Sunday, January 12, 2025
Homeરાજ્યજામનગરકડિયાકામ સમયે હૃદયરોગના હુમલાથી શ્રમિક યુવાનનું મોત

કડિયાકામ સમયે હૃદયરોગના હુમલાથી શ્રમિક યુવાનનું મોત

- Advertisement -

જામનગર તાલુકાના દરેડમાં રહેતા યુવાનને હૃદયરોગનો હુમલો આવી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગરમાં આવેલી સોનલ સોસાયટીમાં રહેતો અને કડિયાકામ કરતો જીજ્ઞેશ ડાડુભાઈ કનારા (ઉ.વ.25)નામનો યુવાન મંગળવારે બપોરના સમયે દરેડ જીઆઈડીસી ફેસ 3 માં આવેલા 4228 નંબરના પ્લોટના કારખાનામાં જૂના કુલીંગ પ્લાન્ટની દિવાલનું જૂનુ પ્લાસ્ટર તોડતો હતો તે દરમિયાન હૃદયરોગનો હુમલો આવતા બેશુધ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે જયેશ નકુમ દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. ડાંગર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular