ખંભાળિયાના રમેશભાઇ લાલ પરિવાર દ્વારા જેઠ સુદ 11 ભીમ અગિયારસના દિવસે પૃષ્ટી સંપ્રદાયનો વારસો નવી પેઢીમાં વિકાસ પામે એવા ઉમદા ભાવ સાથે 11 પ્ર્શ્નાવલી લખી મોકલેલ હતી. જેના જવાબ વ્રજ 84 કોષમાં આવતી લીલાને ધ્યાનમાં રાખીને તદ્ત વ્રજભૂમિના ભાવને ધ્યાનમાં રાખીને વોટ્સએપના માધ્યમથી મોકલવાના હતાં. જેમાં વિજેતાઓને માતા તારાબેન બાલકૃષ્ણ તરફથી પુસ્તક ભેટ આપવામાં આવશે. તેમ સંસ્થાના ગૃહમાતા ભાવનાબેન પોપટ પાંઉની યાદી જણાવે છે. જેમાં તૃતિય ક્રમે કોટેચા યેશા કાનાભાઇ (ભાટીયા) પાંચમા નંબરે જાનકી ગોવિંદભાઇ લાખાણી, નવમા ક્રમે કોટક પ્રિયા ચંદ્રકાંતભાઇ, દસમા ક્રમે દાવડા કોમલ જયકુમાર, અગિયારમા નંબરે કોટક મોનિકા ચંદ્રકાંતભાઇ વિજેતા થયા હતાં.