અનુસુચિત જાતિના ઉમેદવારો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે મળતી સહાયની યોજનામાં સુધારો કરવા સાંસદ પૂનમબેન માડમ દ્વારા સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વરભાઇ પરમારને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્યું છે કે, અનુસુચિત જાતિ કલ્યાણ દ્વારા અનુસુચિત જાતિના ઉમેદવારો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે બીસીકે 355, આઇઆઇએમ સેફટ, નીફટ, એનએમયુ માટે કોચિંગ ફ્રી સહાયની યોજના અમલમાં છે. અનુસુચિત જાતિના ઉમેદવારોને પણ બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને અપાતા લાભના ધોરણો મુજબ યોજનાનો લાભ મળે તે માટે યોજનામાં સુધારો કરવા કરાયેલ રજૂઆત અંગે નિમયોનુસાર કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ છે.