જામનગરમાં ગત તા. 19 જૂનના રોજ ફરી એક વખત જામનગર ચાઇલ્ડ લાઇન 1098 દ્વારા બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતાં અને બંનેપક્ષના વાલીઓને બાળલગ્નના કાયદા વિશે માહિતી પુરી પાડી બાળલગ્ન અટકાવવા સમજાવ્યા હતાં.
જામનગરમાં તા. 19/6/2021ના રોજ રાત્રીનાજામનગર ચાઈલ્ડલાઈન 1098 દ્વારા તંત્રની મદદથીશંકરટેકરી વિસ્તારમાં આયોજિત બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા.તારીખ 20/6/2021ના રોજ આયોજિત બાળલગ્ન વિશે દ્વારકા ચાઈલ્ડલાઈન 1098 દ્વારા માહિતી મળી હતી. બાળકીના માતા-પિતા બાળકીને લઈ દ્વારકાથી બાળલગ્ન કરાવવા માટે જામનગર આવી પોહ્ચેલ છે.આવી માહિતી મળતા ચાઈલ્ડલાઈન 1098 ટીમ દ્વારા લોકલ ક્રાઈમ બ્રાંચની મદદથી બાળકી જામનગરના ક્યાં વિસ્તારમાં છે તે માહિતી મેળવવામાં આવી હતી.
બાળકીનો પરિવાર શંકરટેકરી વિસ્તારની આસપાસ છે તેવી માહિતી મળતાજામનગર ચાઈલ્ડલાઈન 1098ના કો-ઓર્ડીનેટર દ્વારા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજસુરક્ષા અધિકારી,જીલ્લા બાળ સુરક્ષા અધિકારી, લીગલ કમ પ્રોબેશનઓફિસરને આ બાળલગ્ન વિશે જાણ કરવામાં આવી હતી. તંત્રને જાણ થતા બાળલગ્ન અટકાવવા માટે રાત્રીના પણ તેઓ તુરંત શંકરટેકરી વિસ્તાર આવી પહોંચ્યા હતાં. બાળલગ્ન અટકાવવા માટે ચાઈલ્ડલાઈન 1098,તંત્ર અને પોલીસ ટીમ દ્વારાઘણી મુશ્કેલીઓ બાદ બાળલગ્ન થનારઘર શોધવામાં આવેલ.ટીમ દ્વારા ઘટના સ્થળે તપાસ કરતા વરની ઉમર 21 વર્ષ તેમજ ક્ધયાની ઉમર 18વર્ષથી ઓછીહોવાનું માલુમ થયેલ, જેથી તંત્ર દ્વારા 20/6/2021ના રોજઆયોજિત બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ લગ્ન યોજનાર બંનેપક્ષના વાલીઓ,સમાજનાઆગેવાનો તેમજ સ્થાનિક વિસ્તારના લોકોને બાળલગ્ન વિરોધી કાયદા અંગે સમજ આપી બાળ લગ્નના પરિણામે ઉભી થનારી સમસ્યાઓ વિષે જાણકારી આપવામાં આવી હતી.કાયદાની માહિતી મળતા વાલીઓને પોતાની ભૂલ સમજી હતી અને જ્યાં સુધી દિકરાની ઉમર 21 વર્ષ અને દિકરીની ઉમર 18 વર્ષ પૂર્ણ ન થઈ ત્યાં સુધી બાળકોના લગ્ન ન કરાવવા અંગે નિર્ણય કર્યો હતો.
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 મુજબ સગીર વયના યુવક/યુવતીઓના લગ્ન કરવા કે કરાવવા તે કાયદાકીય ગુનો બને છે.આવા લગ્ન કરનાર યુવક/યુવતી સહિત તેના માતાપિતા/વાલી,મદદગારી કરનાર અન્ય વ્યક્તિ,બાળલગ્નમાં હાજરી આપનાર,વિધિમાં ભાગ લેનાર,લગ્નનું સંચાલન કરનાર,લગ્ન કરાવનાર ગોરમારાજ,મંડપ-કેટરિંગ-બેન્ડવાજા તથા ફોટોગ્રાફીનું કામ રાખનાર વગેરે તમામને આ કાયદાકીય જોગવાઈ હેઠળ અપરાધી ગણવામાં આવ્યા છે.જેને નીયમોનુસાર 2 વર્ષ સુધીની સખત કેદની સજા સાથે રૂપિયા 1 લાખ સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.