જામનગર તાલુકા પંચાયતના જર્જરીત બિલ્ડીંગને નવુ બિલ્ડીંગ બનાવવા તથા અલગ ગ્રામ પંચાયતો મંજૂર કરવા પંચાયત મંત્રીને જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ દ્વારા પત્ર લખી માંગણી કરી છે.
જામનગર તાલુકા પંચાયતનું બિલ્ડીંગ જર્જરીત થઇ ગયેલ છે અને વપરાશ લાયક નથી. જિલ્લાની તમામ તાલુકા પંચાયતોની બિલ્ડીંગ નવી બનાવવામાં આવેલ છે. પરંતુ હજી સુધી જામનગર તાલુકા પંચાયતની બિલ્ડીંગ બનાવવાની મંજૂરી મળેલ નથી. જામનગર તાલુકો જિલ્લા મથકનો તાલુકો છે અને 100 જેટલી ગ્રામ પંચાયતો તેમાં સમાવિષ્ટ છે. જે ધ્યાને લઇ તાત્કાલિક જામનગર તાલુકા પંચાયત કચેરીને નવુ બિલ્ડીંગ બનાવવા રજૂઆત કરેલ છે.
જામનગર તાલુકા પંચાયતના અમુક ગામો અને પેટાપરાને અલગ ગ્રામ પંચાયત આપવાની જરુરીયાત છે. જેમાં ખાસ કરીને (1) મોખાણા ગ્રામ પંચાયતમાંથી નવા મોખાણાને અલગ ગ્રામ પંચાયત, (2) વિરપર ગ્રામ પંચાયતમાંથી વિજયપુરને અલગ ગ્રામ પંચાયત, (3) વેરતીયા ગ્રામ પંચાયતમાંથી અમરાપરને અલગ ગ્રામ પંચાયત, (4) મોટીખાવડી ગ્રામ પંચાયતમાંથી ગાગવાધારને અલગ ગ્રામ પંચાયત આપવા રજૂઆત કરી છે.
જામનગર તાલુકા પંચાયતનું નવુ બિલ્ડીંગ બનાવવા માંગણી
જામનગર ગ્રામ્ય ધારાસભ્ય દ્વારા પંચાયત મંત્રીને પત્ર લખી રજૂઆત