Saturday, October 19, 2024
Homeરાજ્યજામનગરઆણંદપરમાં 165 દિવ્યાંગ લાભાર્થીઓને સાંસદ દ્વારા સહાયક ઉપકરણોનું વિતરણ

આણંદપરમાં 165 દિવ્યાંગ લાભાર્થીઓને સાંસદ દ્વારા સહાયક ઉપકરણોનું વિતરણ

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દરેક નાગરિકને સમાન અધિકાર પ્રાપ્ત થાય તથા દિવ્યાંગજનો આત્મનિર્ભર બની સમાજની મુખ્યધારામાં તેઓનું યોગદાન આપી. રાષ્ટ્ર વિકાસમાં જોડાય તેવા પ્રયાસો ચરિતાર્થ થાય તે હેતુથી ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અને એલિમ્કોના સહયોગથી દિવ્યાંગજનોને એડિપ યોજના અંતર્ગત નિ:શૂલ્ક સહાયકો ઉપકરણો જામનગર-દેવભૂમિ દ્વારકા સંસદીય મત વિસ્તારના જિલ્લામાં અર્પણ કરવા માટેના વિતરણના કાર્યક્રમો યોજાયેલા છે. પટેલ સમાજવાડી, આણંદપર, તા. કાલાવડ ખાતે સાંસદ પૂનમબેન માડમના હસ્તે સહાયક ઉપકરણોના વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમની સાથે તાલુકા પંચાયત પ્રમુખ એમ.પી. ડાંગરીયા, નગરપાલિકા પ્રમુખ અજમલભાઇ ગઢવી, આણંદપર સરપંચ વિલાસબેન જેસડીયા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ગોમતિબેન ચાવડા, જિલ્લા પંચાયત સદસ્ય જગદીશભાઇ સાંગાણી, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઇ ડાંગરીયા, કાલાવડ શહેર ભાજપ પ્રમુખ હસુભાઇ વોરા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગાંડુભાઇ ડાંગરીયા તથા આગેવાનો વલ્લભભાઇ સાંગાણી, નાનથીભાઇ ચોવટીયા, મુળજીભાઇ ધૈયડા, છગનભાઇ સોરઠીયા, રાજુભાઇ મોરવિયા, ચૂંટાયેલા પદાધિકારી અધિકારીઓ અને કાર્યકર્તાઓ વિગેરેની ઉપસ્થિતિમાં 165 લાભાર્થીઓને 249 સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવ્યાંગજનોને જરુરી સહાયક સાધનો મળી રહે તે માટે જામનગર સાંસદ પૂનમબેન માડમની જહેમત અને સતત મોનિટરીંગ તથા ભારત સરકારમાં સમયાંતરે રજૂઆત તથા યોગ્ય પ્રયાસોથી જામનગર જિલ્લામાં દિવ્યાંગજનોને વિનામૂલ્યે સહાયક સાધનનો લાભાર્થીઓને તબક્કાવાર વિતરણના કાર્યક્રમો યોજાયેલ છે. હાલારના બંને જિલ્લાના 3805 દિવ્યાંગોને રૂા. 3 કરોડ 57 લાખની કિંમત 6225 ઉપકરણોનું વિતરણ કરવામાં આવનાર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular