જામનગરમાં એકડેએક વિસ્તારમાં માતા-પુત્રી ઉપર છ શખ્સોએ કાતર અને લોખંડના પાઈપ વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગરમાં બેડેશ્વર નજીક વસીલા ચોકમાં રહેતી ફરીદાબેન ઓસમાણભાઈ સંઘાર નામની મહિલા ઉપર જૂની માથાકૂટનો ખાર રાખી દાઉદભાઈ, યાકત, શહેનાઝ, નઈમ, ગુલશન, અને હસીના સહિતના છ શખ્સોએ ફરીદાબેન અને તેણીના પુત્ર શાહીદ અને પુત્રી શાહીન પર છરી-લોખંડના પાઈપ અને કાતર જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા માતા અને તેણીના બે સંતાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો જે.એચ. મકવાણા તથા સ્ટાફે છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગરમાં માતા-પુત્ર-પુત્રી ઉપર છ શખ્સો દ્વારા હુમલો
જૂની અદાવતનો ખાર રાખી પાઈપ-છરી અને કાતર વડે હુમલો : પોલીસ દ્વારા છ હુમલાખોરોની શોધખોળ