જામનગર જિલ્લા પોલીસવડા દ્વારા છ પોલીસ કર્મચારીઓને આજે તાત્કાલીક બદલી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
મળતી વિગત અનુસાર જામનગર શહેર અને જિલ્લામાં જુદાં જુદાં પોલીસ મથકોમાં ફરજ બજાવતાં છ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક બદલી કરવાનો આદેશ પોલીસવડા દિપન ભદ્રન દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસવડા દ્વારા બેડી મરીનમાં હેડકોન્સટેબલ તરીકે ફરજ બજાવતાં ધરમશી ગોકળભાઇ ડાભીને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં અને પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજાની બેડી મરીનથી કાલાવડ ગ્રામ્ય અને હેકો મહિપતસિંહ હરીસિંહ સોલંકીને ધ્રોલથી જામજોધપુર તથા હેકો નિલેશકુમાર મનસુખલાલ ભીમાણીને ધ્રોલથી કાલાવડ ગ્રામ્ય તથા પોકો નિલેશ ગોવિંદ અઘેરાને જોડિયા પોલીસ સ્ટેશનથી જામનગર પોલીસ હેકકવાર્ટર તેમજ હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ ભરતસિંહ જાડેજાને જામનગર એબસ્કોન્ડર સ્કવોડમાંથી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક બદલી કરવાનો આદેશ આજરોજ કરવામાં આવ્યો છે.