દિલ્હી સ્થિત એઈમ્સના ઈમરજન્સી વોર્ડમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન વોર્ડમાં રહેલ દર્દીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. વેન્ટિલેટર પર હાજર દર્દીઓને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ડોકટરોએ અન્ય દર્દીઓની રસ્તા પર જ સારવાર કરી હતી.
આગ અંગે દિલ્હી ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે, એઇમ્સના ઇમરજન્સી વોર્ડની અંદર આવેલા સ્ટોરરૂમમાં આજે સવારે 5 વાગ્યે આગ લાગી હતી. આગને કાબૂમાં લેવામાં આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.આ પહેલા 17 જૂને એઈમ્સના 9મા માળે આગ લાગી હતી.