Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરમિલકતવેરા-વોટરચાર્જ રિબેટ યોજનાની મુદ્ત એક મહિનો વધારાઇ

મિલકતવેરા-વોટરચાર્જ રિબેટ યોજનાની મુદ્ત એક મહિનો વધારાઇ

કાલાવડ અને લાલપુર રોડ પર ફાયર સ્ટેશન બનાવાશે : બાલ્કનજી-બારીવાળી જગ્યામાં બાળકો માટે સાયન્સ નોલેજ પાર્ક બનાવવા સ્ટે. કમિટીમાં સૈધ્ધાંતિક મંજૂરી

- Advertisement -

જામનગરમાં બાલ્કનજી-બારીવાળી જગ્યામાં બાળકો માટે સાયન્સ નોલેજ પાર્ક બનાવવા તેમજ કાલાવડ અને લાલપુર રોડ પર ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્તોનો જામનગર મહાનગરપાલિકાની સ્ટે. કમિટીમાં સૈધ્ધાંતિક સ્વીકાર કરાયો છે. તેમજ જામ્યુકોમાં મિલકતવેરા તથા વોટરચાર્જની રિબેટ યોજનામાં પણ એક મહિના લંબાવવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત આ બેઠકમાં શહેરમાં પાણીની પાઇપલાઇનના નેટવર્ક સહિતના કામો માટે રૂા. 346.79 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

જામનગર મહાનગરપાલિકાની સ્ટે. કમિટીની બેઠક ગઇકાલે સ્ટે. કમિટીના ચેરમેન મનિષ કટારીયાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં નવનિયુક્ત કમિશનર વિજયકુમાર ખરાડી, ડે. કમિશનર વસ્તાણી, આસી. કમિશનર (વ.) ડાંગર, મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપનભાઇ પરમાર તેમજ 11 સભ્યોની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આ બેઠકમાં સૌપ્રથમ નવનિયુક્ત કમિશનરનું પદાધિકારીઓ, સભ્યો અને અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં રણમલ તળાવ નજીક આવેલ બાલ્કનજી-બારીવાળી જગ્યાને બાળકો માટે સાયન્સ નોલેજ પાર્ક તરીકે ડેવલોપ કરવાના કામ માટે કમિશનરની દરખાસ્તનો સૈધ્ધાંતિક સ્વીકાર કરાયો હતો. તેમજ આ બેઠકમાં કાલાવડ રોડ પર આવેલ ઇએસઆર પાસે તેમજ લાલપુર રોડ પર આવેલ પંપહાઉસ પાસે ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્તનો પણ સૈધ્ધાંતિક સ્વીકાર કરાયો હતો. ગાંધીનગર પાસે આવેલ બ્રુક બોન્ડવાળી જગ્યાને લગત શનિવારી બજારવાળી ખુલ્લી જગ્યા અંગે ઝોન ચેન્જ કરવાની દરખાસ્ત મંજુર કરી સામાન્ય સભામાં મોકલવા માટે બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો.

જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા અને પાણી વેરામાં રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે. જે તા. 30 જૂન સુધી જાહેર કરવામાં આવી હતી જેને આ બેઠકમાં લંબાવવાનો નિર્ણય કરાયો હતો અને આ રિબેટ યોજનાને 31 જુલાઇ સુધી લંબાવવામાં આવી છે.

આ ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ અંતર્ગત વોટર વર્કસ શાખા હસ્તકના પાઇપલાઇન નેટવર્કના કામો પણ મંજુર કરવામાં આવ્યા હતાં. જેમાં ગુલાબનગર ઝોન વિસ્તારમાં રૂા. 22.83 લાખ, શંકરટેકરી ઝોન વિસ્તારમાં રૂા. 15.70 લાખ, બેડી અને માધાપર ભુંગા ઝોન વિસ્તારમાં રૂા. 22.80 લાખ, રવિપાર્ક ઝોન વિસ્તારમાં રૂા. 9.95 લાખ, જામનુ ડેરૂ તથા પાબારી ઝોન વિસ્તારમાં રૂા. 20.50 લાખ, ગોકુલનગર ઝોન વિસ્તારમાં રૂા. 21.26 લાખ, પવનચક્કી ઝોન વિસ્તારમાં રૂા. 15.27 લાખ, સમર્પણ ઝોન વિસ્તારમાં રૂા. 15.27 લાખ, જ્ઞાનગંગા ઝોન વિસ્તારમાં રૂા. 7.61 લાખ, મહાપ્રભુજી બેઠક ઝોન વિસ્તારમાં રૂા. 10.56 લાખ, રણજીતનગર ઝોન વિસ્તારમાં રૂા. 16.33 લાખ, ઇએસઆર ઝોનમાં વાલ્વ રિપેરીંગ માટે રૂા. 29.75 લાખ તેમજ સીટી વિસ્તાર તથા હેડ વર્કર્સ ઉપર વિવિધ કામ માટે રૂા.29.27 લાખ મંજુર કરવામાં આવ્યા છે.

જામનગરના વોર્ડ નં. 15માં લાલપુર રોડ રાજપૂત કન્યા છાત્રાલયથી બાયપાસને જોડતો સીસી રોડ માટે રૂા. 62.95 લાખ, વી.એમ. મહેતા કોલેજની કમ્પાઉન્ડ હોલ તથા ગેઇટ બનાવવા રૂા. 14.36 લાખના ખર્ચને લીલીઝંડી આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular