ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામની સીમમાં આવેલા ખેતરના કૂવામાં પડી જતાં યુવાનનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામની સીમમાં આવેલી વિક્રમસિંહના ખેતરના કૂવામાં અજાણ્યો મૃતદેહ હોવાની જાણના આધારે હેકો કે.ડી. કામરિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી કૂવામાંથી મૃતદેહ બહાર કાઢી આશરે ચાલીશેક વર્ષના રખડતા ભટકતા યુવાનનો મૃતદેહ પીએમ માટે મોકલી ઓળખ મેળવવા તપાસ હાથ ધરતા આ યુવાન કૂવામાં કોઇ કારણસર પડી જતાં ડૂબી જવાથી મોત નિપજ્યાના પ્રાથમિક તારણના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોટા વાગુદળમાં ખેતરના કૂવામાંથી યુવાનનો મૃતદેહ સાંપડયો
પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા તજવીજ : કોઈ કારણસર કૂવામાં પડી જતાં ડુબી જવાથી મોત