જામનગર શહેરમાં આવેલા આઠ માળિયા વામ્બે આવાસમાં સી-વીંગના પાર્કિંગમાં તીનપતિનો જૂગાર રમતા છ મહિલાઓને રૂા.11330 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગરમાં જી. જી. હોસ્પિલ સામેના માર્ગ પર ચલણી નોટો ઉપર એકી બેકીના આંકડા બોલી જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા.4620 ની રોકડ રકમ સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં વામ્બે આઠ માળિયા કોલોનીના સી વિંગના પાર્કિંગમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતી છ મહિલાઓને પોલીસે રેઈડ દરમિયાન રૂા.11330 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરમાં જી.જી.હોસ્પિટલ સામેના માર્ગ પર આયુર્વેદ હોસ્પિટલના ગેઈટ નજીક જાહેરમાં ચલણી નોટો ઉપર એકી બેકીના આંકડા બોલી પૈસાની હારજીત કરતા મનોજ દિપક આસવાણી, આરીફ યુસુફ ધરાણા, સાજીદ ઈકબાલ રાજવાણી, રાજ દિપક ડાભી, જયરાજસિંહ પ્રવિણસિંહ વાળા, સિધ્ધરાજસિંહ હસુભા ઝાલા નામના છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.4620 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાં આવાસના પાર્કિંગમાં જૂગાર રમતી છ મહિલા ઝડપાઈ
રૂા.11,330ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે: જી.જી.હોસ્પિટલના સામેના માર્ગ પરથી એકીબેકી રમતા છ શખ્સ ઝડપાયા: રૂા.4620 ની રોકડ રકમ કબ્જે