જામનગર તાલુકાના વસઈ ગામ નજીકના માર્ગ પર પરથી પસાર થતો બાઇકસવાર પાર્ક કરેલા છોટા હાથી સાથે અથડાઈને બસમાં આવી જતાં યુવાનનુ: ગંભરી ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામમાં રહેતા અપૂર્વસિંહ મયુરસિંહ રાણા નામનો યુવાન બુધવારે રાત્રિના સમયે તેના જીજે-37-એફ-5138 નંબરના બાઈક પર ખંભાળિયા-જામનગર માર્ગ પર વસઈ નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન રોડની સાઈડમાં પાર્ક કરેલા જીજે-12-એપી-4605 નંબરના છોટા હાથીના પાછળના ભાગમાં અથડાતા યુવાન ઉછળીને આગળ જતી જીજે-18-ઝેડ-2560 નંબરની બસના આગળના ભાગમાં આવી જતાં શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ કરશનભાઈ કોડિયાતર દ્વારા કરાતા પીએસઆઈ કે.આર. સિસોદિયા તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વસઈ નજીક છોટાહાથી સાથે અથડાઈને બસ સાથે અથડાતા યુવાનનું મોત
રાત્રિના સમયે વસઈ ગામ નજીક બનાવ : ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મૃત્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી