Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર તાલુકાના નાધુનામાં પીજીવીસીએલના કર્મચારીને માર માર્યો

જામનગર તાલુકાના નાધુનામાં પીજીવીસીએલના કર્મચારીને માર માર્યો

ફોન ન ઉપાડવા બાબતે ફડાકો માર્યો : ઢીકાપાટુનો માર મારી ફરજમાં રૂકાવટ

- Advertisement -

જામનગર તાલુકાના નાધુના ગામમાં કરિયાણાની દુકાને પાણી પીવા ઉભા રહેલા પીજીવીસીએલના કર્મચારીને ફોન ઉપાડવા બાબતે એક શખ્સે ફડાકા મારી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગરમાં રહેતાં અને પીજીવીસીએલમાં ઇલેકટ્રીક આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં કાંતિલાલ વશરામભાઈ ખાણધર નામના યુવાન ગુરૂવારે સાંજના સમયે તેની ફરજ પર નાધુના ગામમાં ગયા હતાં. જ્યાં અનાજ કરિયાણાની દુકાને પાણી પીવા માટે ઉભા હતાં તે દરમિયાન દુકાને બેસેલા વિક્રમસિંહ એ કાંતિલાલને કહ્યું કે, ‘બે દિવસ પહેલાં મારો ફોન કેમ ઉપાડયો ન હતો ?’ તેમ કહી અપશબ્દો બોલી ફડાકો માર્યો હતો. તેમજ ઢીકાપાટુનો માર મારી ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવ અંગેની જાણ થતા હેકો પી.એ. ખાણધર તથા સ્ટાફે વિક્રમસિંહ વિરૂધ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular