જામનગર શહેરના રણજીતસાગર રોડ પર સાધના કોલોની બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં ચલણી નોટો ઉપર એકી બેકીનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન રૂા.10200 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગરમાં કોળીના દંગા પાસેથી તીનપતિ રમતા ચાર મહિલા અને એક શખ્સ સહિત પાંચ વ્યક્તિઓને રૂા.10180 ની રોકડ રકમ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર જિલ્લાના કાનાલુસ પાસેથી તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોેને ઝડપી લીધા હતાં. જામનગરના ખંભાળિયા નાકા બહાર વિસ્તારમાંથી એકીબેકીનો જૂગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતાં.
જૂગારદરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના સાધના કોલોની બસ સ્ટેન્ડ બાજુમાં જાહેરમાં ચલણી નોટો ઉપર એકી બેકીનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન શંકર ઉર્ફે કારો મનોહર રોહેરા, દિપસિંહ જશુભા જાડેજા, ભરતસિંહ પથુભા પીંગળ, જીતેન્દ્ર હોરચંદ હરવાણી નામના ચાર શખ્સોને રૂા.10200 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગરમાં કોળીના દંગા પાસેથી તીનપતિ રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ચાર મહિલાઓ અને સાગર કાના ઝરમરિયા નામના શખ્સને રૂા.10180 ની રોકડ રકમ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર જિલ્લાના કાનાલુસ પાસેથી તીનપતિનો જૂગાર રમતા હિરા ગોવિંદ પરમાર, માણસુર બલુ સુમેત અને મેઘા જીવા ચાવડા નામના ત્રણ શખ્સોને રૂા.5710 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગરના ખંભાળિયા નાકા બહાર વિસ્તારમાં બજરંગ હોટલ પાસે જાહેરમાં એકીબેકીનો જૂગાર રમતા હોવાની પોલીસે રેઇડ દરમિયાન પ્રવિણ ગોરધન કનખરા અને જીતેન્દ્ર નરેન્દ્ર નાખવા નામના બે શખ્સોની રૂા.1620 ની રોકડા સાથે ધરપકડ કરવામાં આવી હતી.
જામનગરમાં સાધના કોલોનીમાંથી જૂગાર રમતા ચાર શખ્સ ઝબ્બે
રૂા.10200 ની રોકડ કબ્જે: કોળીના દંગા પાસેથી તીનપતિ રમતા ચાર મહિલા સહિત પાંચ શખ્સ ઝડપાયા : કાનાલુસમાંથી જૂગાર રમતા ત્રણ શખ્સ ઝબ્બે : ખંભાળિયા નાકા બહારથી બે ને દબોચ્યા