દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતાં ઇનસર્વિસ તબીબોના પડતર પ્રશ્ર્નો અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ ન આવતાં તા. 25 જુનથી અચોક્કસ મુદ્તની હડતાલ ઉપર જવાની ચિમકી સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતાં ઇનસર્વિસ તબીબો દ્વારા પડતર પ્રશ્ર્નો અંગે કાળીપટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન, પેનડાઉન હડતાલ સહિતના કાર્યક્રમો આપ્યા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા પણ તેમના પ્રશ્ર્નો અંગે ઉકેલ લાવવા જણાવ્યું હતું તેમ છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. જેને ધ્યાને લઇ ઇનસર્વિસ તબીબોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ઇનસર્વિસ ડોકટર એસો. દ્વારકાના મંત્રી ડો. પી.જે. ચાંડેગરા દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી આવતીકાલે તા. 25 થી અચોક્કસ મુદ્તની હડતાલ ઉપર જવાની ચિમકી ઉચ્ચારી છે.