ગુજરાત સરકાર દ્વારા 2020-21ના યુનિવર્સિટી અને કોલેજોના રેટિંગ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત સ્ટેટ ઈન્સ્ટિટયુશનલ રેટિંગ ફ્રેમવર્કમાં ગુજરાત યુનિવર્સિટીએ ગત વર્ષની માફક આ વર્ષે પણ ફાઈવ સ્ટાર રેન્ક જાળવી રાખ્યો છે. ગત વર્ષે ચોથા રેન્ક પર રહેલી જીટીયુ આ વર્ષે ક્યાંય નથી.સૌરાષ્ટ્ર યુુનિ. આ રેટીંગમાં 16 મો ક્રમ ધરાવે છે.
આ રેન્કિંગમાં ભાગ લેનાર રાજ્યભરની યુનિવર્સિટી અને કોલેજો સહિતની સંસ્થાઓની સંખ્યા 2019-20 દરમિયાન 130 હતી તે 2020-21માં વધીને 225 થઈ ગઈ છે. રાજ્યની 70 પૈકી 35 યુનિવર્સિટીઓ અને 190 કોલેજોએ ભાગ લીધો હતો. ગત વર્ષે કરતા આ વર્ષે રેટિંગમાં ભાગ લેનારી યુનિવર્સિટીઓની સંખ્યામાં 21 ટકાનો વધારો થયો છે. કુલ 9 યુનિવર્સિટીએ પ્રથમ વખત ભાગ લીધો હતો.
પ્રથમ પાંચ આવેલી યુનિવર્સિટી:- ગુજરાત યુનિવર્સિટી-અમદાવાદ, પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી-ગાંધીનગર, નિરમા યુનિવર્સિટી-અમદાવાદ, સેપ્ટ યુનિવર્સિટી-અમદાવાદ, જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી-જૂનાગઢ
ફાઈવ સ્ટાર મેળવેલી કોલેજો:- ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજિ ફોર એડવાન્સ્ડ સ્ટડીઝ એન્ડ રિસર્ચ-આણંદ, સેન્ટ.ઝેવિયર્સ કોલેજ-અમદાવાદ, ચંદનબેન મોહનભાઈ પટેલ ઈન્સ્ટિ. ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન-આણંદ, વિરાણી સાયન્સ કોલેજ-રાજકોટ, પી.ટી.સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ-સુરત.