21જુનના રોજ વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે રોજ જીજી હોસ્પિટલના DIRC વિભાગ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્ટાફ દ્રારા યોગ કરવામાં આવ્યા હતા. તેમજ સ્પેશિયલ એજ્યુકેટર માલાબેન દ્રારા ફિઝીકલી ચેલેન્જ બાળકોને પ્રાણાયામ તેમજ આસન કરાવી ને યોગદિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
બાળકોમાં યોગ અંગે સમજણ આવે તેવા પ્રયાસથી સ્ટાફ દ્રારા કેમ્પસમાં જ યોગ કરવામાં આવ્યા હતા. જેમાં પીડિયાટ્રીશીયન ડૉ.સ્મિતા શાહ, અનીલા રાવલિયા,દીપેશ દવે, ફાલ્ગુની પિત્રોડા,શીતલ સોલંકી,સ્મિત રાવલ વગેરે તેમજ ફીઝીયોથેરાપીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.