Monday, December 23, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે શોર્ટ કવરિંગ થકી પ્રત્યાઘાતી ઉછાળો…!!!

ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે શોર્ટ કવરિંગ થકી પ્રત્યાઘાતી ઉછાળો…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૬.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૧૮૮૭.૫૫ સામે ૫૨૩૪૪.૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૭૪૦.૧૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૮૮.૯૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૦.૦૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૫૭૪.૪૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૬૯૬.૭૦ સામે ૧૫૫૪૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૫૦૯.૫૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૦.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૨.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૭૪૮.૮૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત ઘટાડા સાથે થઈ હતી. અમેરિકી ડોલર સામે સતત નબળો પડતો રૂપિયો, પેટ્રોલ, ડિઝલના સતત વધતાં ભાવ સાથે મોંઘવારીમાં સતત વધારો અને આર્થિક મોરચે બેરોજગારીમાં થઈ રહેલા વધારાને લઈ આજે શેરબજારોમાં મોટાપાયે ઓવરબોટ પોઝિશન હળવી થતી જોવા મળી હતી. ભારતીય શેરબજારોમાં તેજીનું વર્તમાન તોફાન અતિરેક હોવાનો તાજેતરમાં સંકેત આપીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ભારતીય બજારોમાં આગામી દિવસોમાં મોટી અફડાતફડી જોવાશે એવું નિવેદન કર્યું હતું એ મુજબ આજે મોટી અફડાતફડી જોવા મળી હતી.

- Advertisement -

ભારતીય શેરબજારમાં લાંબા સમયથી ચાલી રહેલાં તેજીના અતિરેક બાદ આજે જાણે કે ફંડો, ઓપરેટરો પોતાનો તેજીનો વેપાર સંકેલી રહ્યા હોય એમ શેરોમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક કડાકો બોલાવી દેવાયો હતો, પરંતુ આરંભમાં અંદાજીત ૪૫૦ પોઈન્ટનો કડાકો બોલાવી દેવાયા બાદ છેલ્લા કલાકોમાં બજારમાં શોર્ટ કવરિંગ સાથે ફંડોએ રિકવરી લાવતાં સંપૂર્ણ ગાબડું પુરાઈ જઈ અંતે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી, ઓટો અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૫૫ અને વધનારની સંખ્યા ૨૦૫૦ રહી હતી, ૧૫૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૭૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, એક તરફ દેશના મૂડી બજારમાં વધુ પડતા પ્રવાહ અને બીજી બાજુ અર્થતંત્ર પરના  દબાણ વચ્ચે વધી રહેલા વિરોધાભાસને જોતા તાણ હેઠળના બેન્કિંગ ક્ષેત્રમાં નાણાંકીય અસ્થિરતાનું જોખમ તોળાઈ રહ્યું છે. રિઝર્વ બેન્ક દ્વારા ઉદાર નીતિ છતાં અર્થતંત્રમાં ધિરાણ ઉપાડ મંદ રહ્યો છે જ્યારે મૂડી બજારો ઊંચે જઈ રહ્યા છે. આમ ધિરાણ ઉપાડ અને મૂડી બજારની ચાલનું ચિત્ર એકદમ જ વિપરીત છે. આને કારણે ધિરાણદારો તથા બોરોઅરો બન્ને જેઓ હાલમાં તાણનો અનુભવ કરી રહ્યા છે તેમાં વધારો થઈ શકે છે, જે નાણાંકીય અસ્થિરતા સર્જી શકે છે. 

મોટા અર્થતંત્રોમાં ભારત જંગી બેડ લોન્સની સમશ્યાનો સામનો કરી રહ્યું છે. કોરોનાના કાળમાં મંદીને કારણે ઉદ્યોગોની લોન્સ ભરપાઈ કરવાની ક્ષમતા ધીમી પડતા સરકાર દ્વારા મોરેટોરિઅમ સહિતના પગલાં લેવાની ફરજ પડી હતી. કોરોનાની બીજી લહેરની દેશના અર્થતંત્ર પર રૂપિયા બે લાખ કરોડનો ફટકો પડયો છે તેના જોતાં બેન્કિંગ ક્ષેત્ર પર અસર પડ્યા વગર નહીં રહે જેથી સાવચેતી જરૂરી રહેશે.                                                                                              

તા.૨૨.૦૬.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૧.૦૬.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૭૪૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૧૫૫૭૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૭૭૭ પોઈન્ટ થી ૧૫૮૦૮ પોઈન્ટ ૧૫૮૩૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૧.૦૬.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૯૪૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૪૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૦૮૮ પોઈન્ટ થી ૩૫૨૦૨ પોઈન્ટ, ૩૫૩૭૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • લાર્સન & ટુબ્રો ( ૧૪૭૦ ) :- કન્સ્ટ્રક્શન & ઇજનેરી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૮૮ થી રૂ.૧૪૯૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • લુપિન લિમિટેડ ( ૧૧૫૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૨૨ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૨૧ ) :- રૂ.૧૦૦૮ નો પ્રથમ તેમજ રૂ.૯૯૭ ના બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૩૭ થી રૂ.૧૦૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટાટા કેમિકલ ( ૭૧૭ ) :- કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૩૩ થી રૂ.૭૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૯૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૬૭૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૮૬ થી રૂ.૬૯૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૭૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એપેરલ્સ & એસેસરીઝ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૨૭ થી રૂ.૧૭૦૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મુથૂત ફાઈનાન્સ ( ૧૪૯૦ ) :- રૂ.૧૫૨૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૩૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૭૭ થી રૂ.૧૪૬૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૨૯ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૬૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૧૩ થી રૂ.૮૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • અમરરાજા બેટરી ( ૭૫૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો પાર્ટ્ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૩૩ થી રૂ.૭૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૫૪૩ ) :- ૫૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૭૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૨૭ થી રૂ.૫૧૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular