Friday, January 10, 2025
Homeરાજ્યગુજરાતહાઇ-વેની હોટેલમાં જમવામાં જીવડું નિકળ્યું !

હાઇ-વેની હોટેલમાં જમવામાં જીવડું નિકળ્યું !

બહારનું ખાનારાઓને લાલબતી: સરકારના ચેકિંગ તંત્રો કયાં છે?!

- Advertisement -

આડેધડ હોટેલના ધંધામાં પડેલા અને હાઈવે ઉપર ધાબા નાખીને ધંધો કરતી હોટેલોની પરિસ્થિતિ જોતા સરકારી તંત્ર પણ સાવ વામણું સાબિત થઈ રહ્યું હોય તેમ જણાય છે. રવિવારે હાઈવેની ધાબા હોટેલમાં જમવા દરમિયાન ખૂબ જ ખરાબ અનુભવનો એક કિસ્સો ધ્યાન ઉપર આવ્યો છે. અમદાવાદથી બગોદરા હાઈવે ઉપર માતાજીના નામથી ચાલતી એક દેશી કાઠીયાવાડી હોટેલમાં સાદું અને કાઠીયાવાડી ભોજન કરવા ઈચ્છતા લોકો હોલ્ટ કરીને જમતા હોય છે.

હોટેલમાં વિવિધ પ્રકારની આઇટમો લોકો હોંશભેર આરોગી પ્રવાસ દરમિયાન પોતાની સમય અનુસાર જરૂરી ભૂખ સંતોષતા હોય છે. આ હોટેલમાં એક ગ્રાહકને થાળી તૈયાર કરી જમવાનું શરૂ કર્યા ભેગુ જ કઢીના વાટકામાંથી મોટું જીવડું નિકળવાની ઘટના બનવા પામી હતી.

આ બાબતે જાણ કરી બેદરકારી બાબતે ઠપકો આપતા હોટલ સંચાલકનું કહેવું એમ હતું કે જીવડાં ઉડતા હોય તો અમારે કેવી રીતે પકડવા ? અમારે શું ધ્યાન રાખવું ? અને કોઈના આરોગ્ય સાથે ચેડા થાય તથા ગંભીર ફૂડ પોઈઝનીંગની ઘટના બને તેવી અક્ષમ્ય બેદરકારી સ્વિકારી દિલગીરી દર્શાવવાના બદલે જીવડાના કારણે ગ્રાહકે નહી જમ્યા હોવા છતા થાળીમાં જમવાની વસ્તુ કાઢી એટલે બીલ ચૂકવવુ જ પડે એવો આગ્રહ રાખવામાં આવ્યો હતો. ત્યારે સરકારી તંત્રે કમર કસી કાર્યવાહીની જરૂર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular