આરોપિત સાંસદો ઉપર મુકદમો ચલાવવાની મંજૂરી આપવાની સ્થાપિત પ્રણાલીમાં શું બદલાવ થઈ શકે છે ? સાંસદો સામે મુકદમો ચલાવવાની મંજૂરી લોકસભા સ્પીકર આપશે કે લોકપાલ ? આ મામલે લોકસભાએ કાયદાકીય સલાહ માગી છે. લોકસભા તરફથી આ વિષય ઉપર મંતવ્ય લેવામાં આવી રહ્યું છે કે ભ્રષ્ટાચારના મામલામાં સાંસદોની ચાર્જશીટને લીલીઝંડી આપવા માટે સ્પીકર કે લોકપાલ કોણ સક્ષમ ઓથોરિટી હોવા જોઈએ.
લોકસભા અધ્યક્ષે પણ આ મુદ્દે પુષ્ટિ આપી છે. નારદ શારદા મામલામાં પશ્ચિમ બંગાળના લોકસભા સાંસદોની ચાર્જશીટને લઈને સીબીઆઈની પેન્ડિંગ અરજીઓ બાદ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. આ સાંસદોમાં ત્રણ ટીએમસીના એક એક સાંસદ બંગાળમાં વર્તમાન સમયમાં નેતા પ્રતિપક્ષ સુવેન્દુ અધિકારી છે. સુવેન્દુ ભૂતપૂર્વ ટીએમસી સાંસદ રહ્યા છે.
આ અગાઉ સીબીઆઈએ લોકસભા સાંસદોની ચાર્જશીટને લઈને પેન્ડિંગ અરજીઓ ઉપર રિમાઇન્ડર મોકલ્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડ અનુસાર સંસદ સભ્ય ઉપર મુકદમો ચલાવવા માટે લોકસભા અધ્યક્ષને ઓથોરિટી માનવામાં આવે છે. તેવામાં લોકસભા સ્પીકરની અનુમતિ જરૂરી છે. ઉચ્ચ સદનના મામલામાં રાજ્યસભાના સભાપતિનું પદ સમાન હોય છે. ભ્રષ્ટાચાર વિરોધી કાયદાના દાયરામાં આવતા ભ્રષ્ટાચારના મામલામાં લોક સેવકો માટે નિયુક્ત ઓથોરિટીથી અભિયોજનની મંજૂરી જરૂરી માનવામાં આવે છે.
જો કે ભ્રષ્ટાચાર વિરોધી લોકસભાના અધિનિયમ અને નિયુક્તિ બાદ એવું લાગી રહ્યું છે કે સંસદીય અધિકારીઓનું મંતવ્ય બદલી ગયું છે. સ્પીકર ઓમ બિરલાના કહેવા પ્રમાણે મુદ્દો વિવાદાસ્પદ છે અને નિયમિત સમયગાળે સામે આવે છે. જો કે લોકપાલની નિયુક્તિ બાદ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે કે સક્ષમ ઓથોરિટી કોને માનવામાં આવશે? બિરલાએ કહ્યું હતું કે, તેઓ પહેલા જ બે વિશેષજ્ઞ પાસેથી કાનૂની સલાહ લઈ ચૂક્યા છે. જો કે બન્નેના વિચાર અલગ અલગ હતા. જેના કારણે વધુ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
આરોપિત સાંસદો સામે કામ ચલાવવાની મંજૂરી અધ્યક્ષ આપે, કે લોકપાલ?
લોકસભાના અધ્યક્ષ દ્વારા કાયદાકીય સલાહ માંગવામાં આવી