Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં રથયાત્રાઓ-જન્માષ્ટમી મેળાઓ યોજવા અંગે ગુપ્તચરતંત્રોનો નેગેટીવ રિપોર્ટ

ગુજરાતમાં રથયાત્રાઓ-જન્માષ્ટમી મેળાઓ યોજવા અંગે ગુપ્તચરતંત્રોનો નેગેટીવ રિપોર્ટ

રાજયભરના તબિબો પણ કહે છે: ભીડ નિવારવી જોઇએ, ત્રીજી લહેરનું મોટું જોખમ

- Advertisement -

કોરોનાની બીજી લહેર હવે શાંત થતા રાજ્યમાં લગભગ તમામ પ્રકારની છૂટછાટ મળી ગઇ છે. ત્યારે હવે અમદાવાદની જગવિખ્યાત ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા આ વર્ષે યોજવામાં આવે તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકીય નેતાઓ પણ નિવેદન કરવા લાગ્યા છે કે પ્રજાની લાગણી છે કે આ વર્ષે રથયાત્રા યોજવામાં આવે. જેમાં રથયાત્રાના રૂટ પર ભગવાનના રથને જ પસાર કરવામાં આવે અને આ વિસ્તારમાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવે. જેથી રથયાત્રા તેના પરંપરાગત રૂટ પર નીકળી શકે. પરંતુ, રથયાત્રાને લઇને સેન્ટ્રલ આઇબી (ઇન્ટેલીજન્સ બ્યુરો)એ આ સંદર્ભમાં રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સોંપ્યો છે. જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે માત્ર અમદાવાદની રથયાત્રા જ નહીં પણ રાજ્યની તમામ રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાનું આયોજન રદ કરવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે આ રિપોર્ટના પગલે રાજ્ય સરકાર મુંઝવણમાં મૂકાઇ છે. સંભવત રથયાત્રાને માત્ર મંદિર પરિસરમાં જ યોજવા માટે 24 જૂન બાદ જાહેરાત કરી શકે છે. ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના તાબામાં આવતા સ્ટેટ આઇબીએ પણ રથયાત્રા ન યોજવા માટેનો પ્રાથમિક અહેવાલ આપ્યો છે. તો હવે કેન્દ્ર સરકારના ઇન્ટેલીજન્સ વિભાગે પણ વિસ્તૃત રિપોર્ટ આપ્યો છે. જેમાં ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી રથયાત્રા તેમજ અન્ય તહેવારોને લઇને તમામ વિગતો સાથે રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે રથયાત્રાના પરંપરાગત રૂટ પર કર્ફ્યૂ રાખીને પણ જો રથયાત્રા યોજવામાં આવે તો પણ લોકો એકઠા થવાના પુરેપુરા સંજોગો છે અને પરિણામે સ્થિતિ ડામાડોળ થઇ શકે તેમ છે. જેથી મંદિરમાં કોવિડ પ્રોટોકોલ પ્રમાણે જ પ્રદક્ષિણા કરાવવામાં આવે.

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ પણ ઇચ્છે છે કે રથયાત્રા નીકળે. પરંતુ, આઇબીના રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું કે કોરોનાની પ્રથમ લહેર બાદ જે રીતે બેદરકારી બહાર આવી હતી અને બીજી લહેરમાં મોટાપાયે લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે સંભવિત ત્રીજી લહેરથી બચવા માટે ધાર્મિક લાગણી કરતા ગુજરાતની સ્થિતિ જોખમી ન બને તે જરૂરી છે. તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબોએ પણ સરકારને આ બાબતે એલર્ટ કરી છે કે ભીડભાડ ન થાય તેમજ તહેવારોમાં લોકો ભાન ન ભૂલે તે માટે સરકારે ધ્યાન રાખવું જરૂરી છે. નહીતર સંભવિત ત્રીજી લહેર જોખમી બની શકે તેમ છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular