જામનગર સહિત રાજયમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદની શરૂઆત થઇ ચૂકી છે. જિલ્લામાં સર્વત્ર મેઘસવારીથી ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદને કારણે લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે. જામનગર શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ વચ્ચે ધીમી ધારે વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.જામનગર શહેરના લાખોટા તળાવમાં ધીમીધારે નવા નીરની આવક શરૂ થઇ ચૂકી છે. જામનગર શહેરની શાન એવા લખોટા તળાવમાં નવા નીરની આવક થવાથી તળાવનો નજારો સુંદર બની રહ્યો છે.