Monday, December 23, 2024
Homeરાજ્યઓખામાં થયેલી ચોરી પ્રકરણનો આરોપી ઝડપાયો

ઓખામાં થયેલી ચોરી પ્રકરણનો આરોપી ઝડપાયો

એલસીબી પોલીસે મુદ્દામાલ સાથે આરોપીને દબોચી લીધો

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા વિસ્તારમાં તાજેતરમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. આ પ્રકરણ સંદર્ભે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સુચના મુજબ આરોપીને ઝડપી લેવા માટે જિલ્લા એલસીબી પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી હતી.

એલ.સી.બી. સ્ટાફ દ્વારા દ્વારકા પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્થાફના એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ તથા હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ મારુને મળેલી બાતમીના આધારે પોલીસે મૂળ ખંભાળિયામાં અજમેર પીરની ટેકરી વિસ્તારમાં રહેતા અને હાલ રાજપરા ગામના રહીશ સુમાર નુરમામદભાઈ સંઘાર નામના 25 વર્ષના મુસ્લિમ યુવાનને ઓખાના મુળવેલ ગામના દરિયા કાંઠા વિસ્તારમાંથી એક સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈને નીકળતા દબોચી લીધો હતો.

ઉપરોક્ત આરોપી શખ્સ ઓખાના ચોરી પ્રકરણમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં જાહેર થયું છે. ઝડપાયેલા આ શખ્સ પાસેથી પોલીસે રૂ. 35 હજારની કિંમતનું સ્પ્લેન્ડર મોટરસાયકલ, રૂ. 6 હજારની કિંમતનો એક મોબાઈલ ફોન સહીત કુલ રૂ. 41, 750/- નો મુદામાલ કબજે આગળની તપાસ અર્થે તેનો કબજો ઓખા મરીન પોલીસને સોંપવામાં આવ્યો છે. 

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ. વી. ગળચર, પી.સી. સિંગરખીયા, સ્ટાફના અજીતભાઈ બારોટ, ભરતભાઇ ચાવડા, દેવશીભાઇ ગોજીયા, સજુભા જાડેજા, કેશુરભાઈ ભાટિયા, વિપુલભાઈ ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular