નાણાંકીય વર્ષ 2021-22ની પંદરમી જૂન સુધીમાં આવકવેરાની આવક વધીને રૂા. 1.85 લાખ કરોડ થઈ ગઈ છે. ગયા વર્ષે પંદરમી જૂન સુધીમાં આવકવેરાની આવક રૂા. 92, 762 કરોડની થઈ હતી. તેની તુલનાએ આ વરસે 100 ટકા આવક વધી ગઈ છે. આવકવેરાની આ આવકમાં કોર્પોરેટ ટેક્સની રૂ. 74,356 કરકોડની અને પર્સનલ ઇન્કમ ટેક્સની તથા સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સની રૂા. 1,11 લાખ કરોડની આવકનો સમાવેશ થાય છે. પહેલી એપ્રિલ 2021થી 15મી જૂન 2021 વચ્ચે રૂા. 1,85, 871 કરોડની આવક થઈ છે. ગયા વરસે આ ગાળામાં રૂા. 92,762 કરોડની આવક થઈ હતી. આમ આ આવકમાં આ વરસે 100.4 ટકાનો વધારો થયો છે.
એમ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે એક અખબારી યાદીમાં જણાવ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષમાં રૂા. 30,731 કરોડનું રિફંડ ચૂકવી દેવામાં આવ્યું છે. આ રિફંડની રકમ સાથે ગણતરી કરવામાં આવે તો જૂનની 15મી સુધીમાં વેરાની ચોખ્ખી આવક રૂા. 2.16 લાખ કરોડની થઈ છે. 30,731 કરોડ રિફંડ પેટે ચૂકવી દેવામાં આવ્યા છે. ગયા વર્ષે એટલે કે 2020-21ના વર્ષમાં રિફંડ ચૂકવ્યા બાદ રૂા. 1.37 લાખ કરોડ જૂનની 15મી સુધીમાં આવક થઈ હતી.આ ગાળામાં કોર્પોરેટ ટેક્સની આવક છે. તદુપરાંત પર્સનલ ઇન્કમટેક્સની રૂા. 92,923 કરોડની આવક ઉપરાંત સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સની આવકનો સમાવેશ કરવામાં આવે તો 1.19 લાખ કરોડની આવકનો તેમાં સમાવેશ થાય છે. બીજી તરફ એડવાન્સ ટેક્સ પેટે 28,780 કરોડની આવક થઈ છે. આ વર્ષે પેન્ડામિક 19નો બીજો વેવ હોવા છતાંય આવકમાં ખાસ્સો વધારો જોવા મળ્યો છે. ગયા વરસે 11,714 કરોડની એડવાન્સ ટેક્સની આવક થઈ હતી. તેમ જ ટીડીએસની રૂા. 1,56,823 કરોડની આવક થઈ છે. તેમ જ સેલ્ફ એસેસમેન્ટ ટેક્સની રૂા. 15,343 કરોડની તથા નિયમિત એસેસમેન્ટ ટેક્સની રૂ.14,079 કરોડની, ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સની રૂા. 1086 કરોડની અને અન્ય પરચૂરણ ટેક્સની મળીને રૂા. 491 કરોડની આવક થઈ છે. કોરોનાને કારણે આ મહિનાઓમાં આવક થવી બહુ જ કઠિન હોવા છતાંય એડવાન્સ ટેક્સ કલેક્શન 2021-22ના વર્ષમાં 28,780 કરોડનુ રહ્યું છે. ગયા વર્ષે આ આવક રૂા.11,714 કરોડની રહી હતી. આમ એડવાન્સ ટેક્સની આવકમાં 146 ટકાનો વધારો થયો છે.