Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરગોલ્ડસ્ટારના ચેરમેનની ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા બેટરી એસો.ના પ્રમુખ તરીકે વરણી

ગોલ્ડસ્ટારના ચેરમેનની ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા બેટરી એસો.ના પ્રમુખ તરીકે વરણી

સમગ્ર દેશની બેટરી ઇન્ડસ્ટ્રીનું આ એસો. પ્રતિનિધિત્વ કરે છે

- Advertisement -

જામનગરના ઉદ્યોગ જગતમાં આગવું સ્થાન ધરાવનારી મે. ગોલ્ડ સ્ટાર પાવર લિમિટેડ કંપની કે જેમણે અનેક સીમા ચિન્હો સ્થાપેલા છે, જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. અને ગોલ્ડ સ્ટાર ના ચેરમેન મુળજીભાઈ પણસારાની ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા બેટરી એસોસિયેશન ના પ્રમુખ પદે સર્વાનુમતે વરણી કરવામાં આવતાં જામનગરના ઉદ્યોગ જગતમાં આનંદની લાગણી ફેલાઇ છે. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા બેટરી એસોસિએશન,ભારતના દરેક રાજ્યના એસોસિએશનનો સમૂહ છે અને સમગ્ર દેશની બેટરી ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરે છે.

જામનગરના મે. ગોલ્ડ સ્ટાર પાવર લિમિટેડ ના ચેરમેન મુળજીભાઈ પણસારાનું બેટરી ઇન્ડસ્ટ્રીમાં યોગદાન કોઈ હોદા કે સતાથી પર છે. કેમ કે મૂળજીભાઈ ગુજરાત સ્મોલ સ્કેલ બેટરી એસોસિએશન ના સ્થાપક પ્રમુખ તરીકે એક દાયકાથી સેવા આપે છે, ઉપરાંત ફેડરેશનના વેસ્ટ ઝોનના પ્રમુખ તરીકે પણ લાંબા ગાળા થી કાર્યરત છે. તેઓ પોતે સમગ્ર રાષ્ટ્રના બેટરી ઉદ્યોગના ઉત્કર્ષકમાં ભાગ લ્યે છે. જ્યારે પોતાના ઉદ્યોગનું શુકાન નવી જનરેશન એટલે કે નવનીતભાઈ ને મેનેજીંગ ડાયરેકટર અને વિશાલભાઈ વ્હોલ ટાઈમ ડાયરેકટર તથા તેમના નાનાભાઈ અમૃતભાઈને ડાયરેક્ટર બનાવી સોંપી દીધેલું છે.

મુળજીભાઈનું એકજ સ્વપ્ન છે, કે ભારત બેટરી ક્ષેત્રે આત્મ નિર્ભર બને અને આયાત બંધ કરી નિકાસ કરે. એમના આ સ્વપ્ન ને સાકાર કરવા મુળજીભાઈ સતત કાર્યરત છે, પોતાની ફેકટરીમાં તો એ આધુનિકરણ કરેજ છે સાથે જ દેશભરના બેટરી ઉત્પાદકોને પોતાની ફેકટરીમાં બોલાવીને આધુનિકરણ માટે પ્રોત્સાહિત કરે છે. રાષ્ટ્રીય લેવલના ફેડરેશનના પ્રમુખપદે મૂળજીભાઈની નિમણુંક જામનગર ઉદ્યોગ જગત અને સમગ્ર ગુજરાતના બેટરી બિઝનેશમેન માટે ગર્વ લેવાની બાબત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular