Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયબે દિવસમાં ગૌતમ અદાણીએ 40 હજાર કરોડ રૂપિયા ગુમાવ્યા

બે દિવસમાં ગૌતમ અદાણીએ 40 હજાર કરોડ રૂપિયા ગુમાવ્યા

NSDLA એ ત્રણ વિદેશી ઈન્વેસ્ટમેન્ટ ફંડના એકાઉન્ટ ફ્રીઝ કર્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા

- Advertisement -

દેશના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ ગૌતમ અદાણીની નેટવર્થમાં છેલ્લા 2 દિવસમાં 5.5 અબજ અમેરિકી ડોલર (આશરે 40,000 કરોડ રૂપિયા)નો ઘટાડો થયો છે. અદાણી ગ્રુપ અંગેના માત્ર એક જ સમાચારથી અદાણી ગ્રુપની માર્કેટ કેપ તો ઘટી જ છે પરંતુ સાથે જ ગૌતમ અદાણીને પોતાને પણ ઘણું નુકસાન થયું છે. સોમવારે એવા સમાચાર આવ્યા હતા કે, નેશનલ સિક્યોરિટી ડિપોજિટરી લિમિટેડએ 3 વિદેશી ફંડોના એકાઉન્ટ પર રોક લગાવી દીધી છે. આ ફંડોએ અદાણી ગ્રુપની કંપનીઓમાં 43,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ કારણે સોમવારે અદાણી જૂથની કંપનીઓના શેર ગોથા ખાવા લાગ્યા હતા અને મોટા ભાગના શેરોમાં લોઅર સર્કિટ લગાવવી પડી હતી. મંગળવારે પણ અદાણી જૂથના અનેક શેરોમાં લોઅર સર્કિટ લગાવવી પડી હતી.

- Advertisement -

NSDLAએ Albula ઈન્વેસ્ટમેન્ટ ફંડ, Cresta ફંડ અને APMS ઈન્વેસ્ટમેન્ટ ફંડના એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે. ડિપોજિટરીની વેબસાઈટના અહેવાલ પ્રમાણે આ એકાઉન્ટ 31 મે અથવા તેના પહેલા ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ સમાચાર સામે આવતા જ સોમવારે શેર માર્કેટના શરૂઆતના વેપાર દરમિયાન જ ગૌતમ અદાણીની નેટવર્થમાં અચાનક 10 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. જોકે બાદમાં તેમાં થોડો સુધારો થયો હતો. સોમવારે બપોર સુધીમાં અદાણી જૂથે પોતાના નિવેદનમાં આ સમાચાર સંપૂર્ણપણે નિરાધાર છે તેમ કહ્યું હતું. સાથે જ NSDLએ પણ તે અંગે ઈનકાર કર્યો હતો. તેનાથી અદાણી જૂથના શેરમાં થોડો સુધારો તો થયો પરંતુ તે સંપૂર્ણપણે રિકવર ન થઈ શક્યા. મંગળવારે ફરીથી અનેક શેરોમાં લોઅર સર્કિટ લાગી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular