કોરોના વાયરસની બીજી લહેર હવે નિયંત્રણમાં છે પરંતુ બ્લેક ફંગસનો કહેર હજુ યથાવત્ છે. ચોમાસાનો આરંભ થઈ ચૂક્યો છે અને સરકાર તથા સ્વાસ્થ્ય વિભાગ ઋતુજન્ય ડેંગ્યૂ, મેલેરિયા, ચિકનગુનિયા જેવી બીમારીઓ અંગે સતર્ક બન્યા છે.
ભારતમાં દર વર્ષે સેંકડો લોકોનાં મૃત્યુ મચ્છર કરડવાથી ડેંગ્યૂને કારણે થાય છે. વૈજ્ઞાનિકોએ ડેંગ્યૂ જેવી જીવલેણ બીમારીઓથી બચાવવા અનોખો ઉપાય શોધી કાઢયો છે.
વૈજ્ઞાનિકો અનુસાર ગ્રાઉન્ડ બ્રેકિંગ ટ્રાયલ દરમિયાન ડેંગ્યૂ તાવના કેસમાં 77 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ડેંગ્યૂ ફેલાવતા એડિસ પ્રજાતિના મચ્છરોમાં હેરફેર કરીને મચ્છરો કરડે તો પણ ડેંગ્યૂ ન થાય તેવો દાવો કર્યો છે.
ઇન્ડોનેશિયાના જાકાર્તા શહેરમાં પરીક્ષણ કરાઈ રહ્યું છે. વર્લ્ડ મોસ્કિટો પ્રોગ્રામ ટીમનું કહેવું છે કે આ પ્રકારના ટ્રાયલથી ડેંગ્યૂ વાયરસને સંપૂર્ણ ખત્મ કરી શકાય છે. જે મચ્છરોથી ડેંગ્યૂ ફેલાય છે તે મચ્છરોને વોલબાચિયા નામના ખાસ બેક્ટેરિયાથી સંક્રમિત કરાવ્યા. આ બેક્ટેરિયા મચ્છરનાં શરીરના એ ભાગમાં રહે છે જ્યાં ડેંગ્યૂ વાયરસ રહે છે. બેક્ટેરિયા મચ્છરને નુકસાન નથી પહોંચાડતા પરંતુ વાયરસની રેપ્લિકેટ કરવાની શક્તિ છીનવી લે છે. જેથી મચ્છર બીજીવાર કરડે તો ડેંગ્યૂ ફેલાતો નથી.
ટ્રાયલમાં આ બેક્ટેરિયાથી સંક્રમિત મચ્છરોનો ઉપયોગ કરાયો અને 86 ટકા લોકોને હોસ્પિટલ જવાની જરૂર પડી ન હતી. આ પ્રયોગથી ડેંગ્યૂના કેસમાં 77 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
મચ્છરને ‘પાવરલેસ’ બનાવી દેવાનો આદમીનો પ્રયોગ સફળ
ફિલ્મના ડાયલોગથી તદન ઉલ્ટી ઘટના