કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઈને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિકથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું જાહેર કર્યું છે. શિક્ષણ જગતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ધોરણ 10 તથા 12 બોર્ડના તમામ વિદ્યાર્થીઓને પ્રમોશન આપવાના આ મહત્વના નિર્ણયને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ આવકાર્યો છે.
ધોરણ 10 તથા 12 ના બોર્ડના રેગ્યુલર વિદ્યાર્થીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે પરંતુ આ ધોરણના રીપીટર વિદ્યાર્થી અંગે કોઈ નક્કર જાહેરાત કરવામાં આવી નથી. આ મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધોરણ 10 તથા 12 ના રીપીટર વિદ્યાર્થીઓ દ્વારા તેઓના ભવિષ્યને ધ્યાને લઇ અને માસ પ્રમોશન મળે તે માટેનો નિર્ણય લેવા અંગેની રજૂઆત કરતું લેખિત આવેદનપત્ર ખંભાળિયા સ્થિત જિલ્લા કલેકટર કચેરી ખાતે પાઠવવામાં આવ્યું હતું.
ધોરણ 10 તથા 12 ના બોર્ડના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા લેખિત રજૂઆત
ખંભાળિયામાં કલેકટરને વિદ્યાર્થીઓ દ્વારા અપાયું આવેદન