દ્વારકા તાલુકાના વરવાળ ગામે રહેતા ભીખાભાઈ ધનાભાઈ ચૌહાણ નામના 21 વર્ષના દેવીપુજક યુવાન સાથે અગાઉ થયેલી મનદુખ તથા કેસ અંગેનો ખાર રાખી, આ જ વિસ્તારના રહીશ નાનજી દેવરાજ ચૌહાણ, જેન્તી દેવરાજ ચૌહાણ, કેશુ જેન્તી ચૌહાણ, બાલા જેન્તી ચૌહાણ, જેસલ જેન્તી ચૌહાણ, હીરા સોમા ચૌહાણ અને જેઠા હીરા ચૌહાણ નામના સાત શખ્સોએ એક સંપ કરી, ગેરકાયદેસર મંડળી રચીને લોખંડના સળીયા વડે ફરિયાદી ભીખાભાઈ તથા તેમના પત્નીને ગત રાત્રીના સમયે એક મંદીર પાસે બેફામ માર મારી ઇજાઓ કર્યાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકના નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવવા અંગે દ્વારકા પોલીસે રાયોટીંગની કલમ, 323, 324, 325, 504, 143, 147, 148, 149, તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
દ્વારકા તાલુકાના દંપતી ઉપર હુમલો
સાત શખ્સો સામે ફરિયાદ