લાલપુર તાલુકાના મોટા ખડબા ગામની સીમમાં આવેલા ખેતરમાં પાણીની તરસ લાગતા દવાવાળુ પાણી પી જતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામમાં રહેતો ભૂપતસિંહ રાયબજી જાડેજા (ઉ.વ.29) નામનો યુવાન ગત તા.10 ના રોજ બપોરના સમયે મોટા ખડબા ગામની સીમમાં આવેલા તેના ખેતરે ખેતી કામ કરતો હતો તે દરમિયાન પાણીની તરસ લાગતા પાણીના બદલે દવાવાળુ પાણી પી જવાથી તબીયત લથડતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાલપુરના મોટા ખડબામાં દવાવાળુ પાણી પી જતાં યુવાનનું મોત
ગત બુધવારે બપોરે બનાવ : સારવાર દરમિયાન જી.જી.હોસ્પિટલમાં મૃત્યુ : પોલીસ દ્વારા આગળની કાર્યવાહી