Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ચાર જૂગાર દરોડામાં 11 શખ્સો ઝડપાયા

જામનગર શહેરમાં ચાર જૂગાર દરોડામાં 11 શખ્સો ઝડપાયા

ગુલાબનગર વિસ્તારમાં 14,200 ની રોકડ સાથે છ શખ્સો ઝબ્બે : ગોકુલનગરમાંથી 11,340 ની રોકડ રકમ સાથે બે વર્લીબાજ ઝડપાયા : બેડીમાંથી જૂગાર રમતા બે શખ્સ ઝબ્બે, સાત નાશી ગયા : નાઘેડમાંથી જુગાર રમતા ત્રણ શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.14,200 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાંથી વર્લીમટકાના આંકડા લખતા બે શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.11,340 ની રોકડ રકમ અને વર્લીના સાહિત્ય સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના બેડીના થરી વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા બે શખ્સોને રૂા.2440 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ નાશી ગયેલા સાત શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. જામનગર તાલુકાના નાઘેડીમાંથી તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોને રૂા.10620 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગર શહેરના ગુલાબનગર વાંજા વાસ વિસ્તારમાં ચુનાના ભઠ્ઠાવાળી શેરીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફે રેઈડ દરમિયાન હાજીશા ઉમરશા શેખ, અમીલશા મામદશાહ મકવાણી, જુમાશા ઈસ્માઈલશા શેખ, ઈરફાનશા કરીમશા શેખ, જુસબશા ઈસ્માઇલશા કારાણી, આદમશા જુસબશા કારાણી નામના છ શખ્સોને રૂા.14,200 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા રાજુ કરણા ચાવડા અને રાજેશ પુંજા કનારા નામના બે શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.11,340 ની રોકડ રકમ અને વર્લીના સાહિત્ય સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજો દરોડો, જામનગરના બેડી થરી વિસ્તારમાં નવી મચ્છીપીઠ નજીક રાત્રિના સમયે સ્ટ્રીટલાઈટના અંજવાળામાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ વી.કે. કણઝારિયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન હનિફ હુશેન સોઢા અને અકબર અનવર ભોકલ નામના બે શખ્સોને રૂા.2440 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. તેમજ રેઈડ પૂર્વે અબ્દુલ અસગર ઉર્ફે સાકરિયા સમેજા, બીલાલ ઉર્ફે બટાટો અબુ નંગામણા, જાકીર ઉર્ફે દિવાસળી ઈસ્માઇલ, સાલેમામદ અનવર વાઘેર, ઈકબાલ અનવર દલ, અયુબ અનવર વાઘેર અને મામદ પારાડી નામના સાત શખ્સો નાશી ગયા હતાં. જેથી પોલીસે નવ શખ્સો વિરૂધ્ધ જૂગારનો ગુનો નોંધી નાશી ગયેલા સાત શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

ચોથો દરોડો, જામનગર તાલુકાના નાઘેડી ગામમાં બાવળની ઝાડીઓમાં જાહેરમાં જૂગાર રમતા હઠીસંગ ઉર્ફે દાઢી હમીરજી વાઢેર, આશિફ કાસમ કાટલિયા અને ભારા કરશન સંધિયા નામના ત્રણ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10620 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular