કોરોનાનું સંક્રમણ ઘટતા રાજયસરકાર દ્વારા મંદિરો ખોલવાની મજૂરી આપી છે. ત્યારે જામનગરમાં પણ ધીમે ધીમે ભકતો માટે મંદિરો ખુલવા લાગ્યા છે. કોરોના મહામારીનો ઉપદ્રવ ઘટતા, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની સૂચનાનુસાર તા.18 જૂનથી મંદિર દર્શન ખોલવામાં આવશે. જ્યાં સુધી પુન: જણાવવામાં ન આવે ત્યાં સુધી મંદિર દર્શનનો સમય સવારે 8:00 થી 10:00 તથા સાંજે 5:00 થી 6:00 સુધીનો રહેશે. ત્યાર પછીના સમયમાં દર્શન બંધ રહેશે. શણગાર – રાજભોગ કે કોઇપણ આરતીના દર્શન થશે નહી. અભિષેક નીલકંઠવર્ણી મહારાજના દર્શન કે અભિષેક બંધ રહેશે.
મંદીરે દર્શન કરવા આવતાં ભકતોએ માસ્ક અવશ્ય પહેરવાનું રહેશે તેમજ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાનું રહેશે. હાથ સેનેટાઇઝ કરવાના રહેશે. આ ઉપરાંત મંદિરમાં પ્રદક્ષિણા, દંડવત, માળા તેમજ ફોટોગ્રાફી ન કરવા સેવક સાધુ ધર્મનિધિદાસની યાદી જણાવે છે.