Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયભારતમાં સતત નવમાં સપ્તાહમાં વિદેશી ચલણ ભંડાર વધ્યુ

ભારતમાં સતત નવમાં સપ્તાહમાં વિદેશી ચલણ ભંડાર વધ્યુ

- Advertisement -

ભારતીય રિઝર્વ બેંક દ્વારા પ્રાપ્ત થયેલા આંકડા અનુસાર, 04 જુને સમાપ્ત થયેલા સપ્તાહમાં વિદેશી ચલણનો ભંડાર 6.84 અબજ ડોલરથી વધીને 605.01 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે, આ પહેલા મે મહિનામાં સમાપ્ત થયેલા સપ્તાહમાં તે 5.27 અબજ ડોલરની વૃધ્ધી સાથે  598.16 અબજ ડોલરનાં રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો હતો, આ સતત નવમું સપ્તાહ છે, જ્યારે દેશનો વિદેશી ચલણ ભંડાર વધ્યો છે.

- Advertisement -

ભારત 600 અબજ ડોલરથી વધુ વિદેશી ચલણ ધરાવતો વિશ્વનો પાંચમો દેશ બની ગયો છે, આ બાબતે આપણે રશિયાથી સામાન્ય અંતરથી પાછળ છિએ, રશિયા પાસે 605.20 અબજ ડોલરનો વિદેશી ચલણનો ભંડાર છે, ચીન 3,330 અબજ ડોલરનાં ભંડાર સાથે પહેલા સ્થાન પર છે, જાપાન 1,378 અબજ ડોલર અને સ્વિત્ઝરલેન્ડ 1,070 અબજ ડોલર સાથે ત્રીજા સ્થાન પર છે. 

કેન્દ્રીય બેંકએ જણાવ્યું કે 4 જુને સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી ચલણનો ભંડારનો સૌથી મોટો વિદેશી પરિસંપત્તી 7.36 અબજ ડોલર વધીને 560.89 અબજ ડોલર પર પહોંચી ગયો, આ દરમિયાન ગોલ્ડ રિઝર્વ 50.2 કરોડ ડોલર ઘટીને 37.60 અબજ ડોલર રહી ગયું. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular