Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સાસરિયા દ્વારા પ્રેમલગ્ન કરનાર જમાઇનું અપહરણ

જામનગરમાં સાસરિયા દ્વારા પ્રેમલગ્ન કરનાર જમાઇનું અપહરણ

રિક્ષામાં લઇ જઇ ઘરમાં ગોંધી રાખી મારમાર્યો : ત્રણ માસ પૂર્વે પ્રેમલગ્ન : ચાર હુમલાખોરોની શોધખોળ

- Advertisement -

જામનગર વુલનમિલ નજીક વામ્બે આવાસ રોડ પર રહેતા રવિ બથવાર નામના યુવાનના ભાઇ ચનાભાઇ કાનાભાઇ બથવારનું લાલબંગલા પાસેથી રિક્ષામાં બેસાડી અપહરણ કરી જઇ વૂલનમિલ નજીક ઝુપડપટ્ટીમાં ધોકા વડે મારમારી ઇજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતાં પોલીસે રવિના નિવેદનના આધારે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં વધુ વિગત મુજબ ચનાભાઇએ આજથી ત્રણ મહિના પહેલા આરોપી કારાભાઇ મકવાણાની દિકરી દક્ષા સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને રજીસ્ટર મેરેજ કરાવી લીધા હતા. ત્યાર પછી યેનકેન પ્રકારે દક્ષાબેનને કારાભાઇ પરત લઇ ગયા હતા. જેથી ચનાભાઇએ પોતાની પત્નિને પરત મેળવવા માટે પોલીસમાં અરજી કરવા માટેની તૈયારી કરી હતી. અને ચાર દિવસ પહેલા લાલબંગલા સર્કલમાં એક ટાઇપીસ્ટ પાસે પોતાની અરજી ટાઇપ કરાવવા માટે આવ્યા હતા.

દરમિયાન દક્ષાબેનના માતા-પિતા અને ભાઇ બહેન તથા અન્ય કેટલાક લોકો આવ્યા હતા અને સમાધાન કરાવવાના બહાને ચનાભાઇને રિક્ષામાં બેસાડી વુલનમીલ પાસે અપહરણ કરી ગયા હતા. જ્યાં લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ ચનાભાઇને છોડી દિધો હતો. ઘવાયેલા ચનાભાઇને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે વૂલન મીલ પાસે રહેતા કારા મકવાણા, દેવીબેન કારા, મયુર કારા મકવાણા અને પૂજાબેન કારા મકવાણા નામના ચાર શખ્સોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular