Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયG-7 દેશો દ્વારા જુથબાજીની નીતી : ચીન

G-7 દેશો દ્વારા જુથબાજીની નીતી : ચીન

- Advertisement -

ઇઁગ્લેન્ડનાં કાર્બિસ બે માં શુક્રવારે શરૂ થયેલા G-7 દેશોનાં સંમેલનથી ગભરાયેલા ચીને ચેતવણીનાં સ્વરમાં કહ્યું છે કે G-7 સમુહ પોતાના વિરૂધ્ધ જુથબાજીની નીતી અપનાવી રહ્યું છે, ચીને આ નિમિત્તે કહ્યું કે હવે તે સમય પુરો થઇ ગયો છે, જ્યારે કેટલાક દેશોનો નાનો સમુહ દુનિયાનાં ભવિષ્યનો ફેસલો કરતો હતો.

- Advertisement -

લંડન સ્થિત ચીનનાં દુતાવાસનાં પ્રવક્તાએ કહ્યું,  ”તે સમય ઘણો પહેલા વિતી ગયો છે, અમે પહેલાથી જ એવું માનીએ છિએ કે દેશ નાનો હોય કે મોટો, મજબુત હોય કે નબળો, ગરીબ હોય કે અમિર તમામ સમાન છે, અને દુનિયા સાથે સંકળાયેલા મુદ્દા પર તમામ દેશો સાથે વિચાર-વિમર્શ બાદ જ કોઇ મુદ્દે નિર્ણય લેવાઓ જોઇએ.”  

G-7 દેશોનાં નેતાઓનાં ચીનનાં વૈશ્વિક અભિયાન સાથે સ્પર્ધા  કરવા માટે એક મજબુત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનનું અનાવરણ કર્યું, પરંતું હાલ તેના પર કોઇ સહેમતી સધાઇ નથી કે માનવાધિકારોનાં ઉલ્લંઘન કરતા ચીનને કઇ રીતે રોકવામાં આવે, અમેરિકાનાં પ્રમુખ જો બિડેને G-7 શિખર સંમેલનમાં લોકશાહી દેશો પર બંધુઆ મજદુરી પ્રથા અંગે ચીનનાં બહિષ્કાર અંગે દબાણ લાવવાની બનાવવાની યોજના તૈયાર કરી છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular