જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસુ શરૂ થવાની તૈયારીમાં ગણતરીના દિવસો જ બાકી છે. જો કે રાજ્યના અનેક જિલ્લામાં છુટોછવાયો મેઘો વરસી રહ્યો છે. જામનગર જિલ્લામાં પણ વરસાદની રાહ જોવાઇ રહી છે ત્યારે પીજીવીસીએલ દ્વારા શહેર અને જિલ્લામાં પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે.આમ તો દરવર્ષે પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવે છે પરંતુ પ્રથમ વરસાદ બાદ જ પીજીવીસીએલની કામગીરીની પોલ ખુલ્લી જતી હોય છે. આ વર્ષે પણ પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી છે.
રાજ્યમાં આ વર્ષે હજી સુધી ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો નથી અને નજીકના દિવસોમાં જ વિધિવત ચોમાસુ શરૂ થવાની શક્યતા છે ત્યારે જામનગર પીજીવીસીએલના તંત્ર દ્વારા શહેર અને જિલ્લામાં ચોમાસાના પ્રારંભ પૂર્વે પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં શહેરના તમામ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાં ટ્રી કટીંગથી લઇ ટ્રાન્સફોર્મર રિપેરીંગ સુધીની કામગીરી થઇ રહી છે. જો કે હાલ આકરા તડકો અને અસહ્ય બફારાને કારણે પરિસ્થિતિ અકળાવનારી બની ગઇ છે. જેને કારણે વરસાદની કાગની દોળે રાહ જોવાઇ રહી છે. ત્યારે જામનગર શહેરમાં સાત રસ્તા માર્ગ પર પીજીવીસીએલ દ્વારા ઝાડ કાપવાની અને વાયર તથા ટ્રાન્સફોર્મર રીપેરીંગની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
જામનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી
ચોમાસા પૂર્વે તંત્ર દ્વારા ટ્રી કટીંગ અને ટ્રાન્સફોર્મર રીપેરીંગ