5હાડી રાજયો ઉત્તરાખંડમાં આફતનો વરસાદ શરૂ થઇ ગયો છે. ચોમાસું હજુ પહોંચ્યું નથી ત્યાં જ ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં વાદળ ફાટવાને કારણે વરસી રહેલાં ધોધમાર વરસાદથી નદી નાળાઓમાં પૂર આવ્યા છે. તેમજ અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ ઘટી છે. ચંબાના નરકોટા ગામમાં પાણી સાથે ધસી આવેલો મલબો મકાનોમાં ઘૂસી જતાં ભારે અફડાતફડીનો માહોલ મચ્યો હતો તેમજ અનેક ઘરોને નુકસાન પહોંચ્યું હતું.