Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતસાધુ-સાધ્વીઓને પરેશાન કરે છે અસામાજિક તત્વો !

સાધુ-સાધ્વીઓને પરેશાન કરે છે અસામાજિક તત્વો !

- Advertisement -

શામળાજી પાસે સુનોખમાંથી જૈન સાધ્વી લઘુશંકાએ ગયા બાદ ગુમ થઇ ગયા હતા. જોકે હવે મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. 15 કલાક બાદ મળી આવેલા સાધ્વીજીનું પોલીસને નિવેદન આપ્યું હતું. તેમણે નિવેદન આપ્યું હતું કે, ગુરુવારે વહેલી સવારે કેટલાક ઈસમોએ તેઓનો પીછો કર્યો હતો. સાધ્વીજી કીર્તિકા જીવ બચાવવા માટે નદીની પાસે છુપાઈ ગયા હતા.

જણાવી દઇએ કે, પોલીસે જૈન સાધ્વીજીના નિવેદનને આધારે તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસ સમગ્ર ઘટનાનું રિક્ધટ્રક્શન પણ કર્યું છે. જૈન સાધ્વી કીર્તિકાને સાથે રાખી પોલીસે તપાસ હાથ ધરી હતી. સાધ્વી કાર્તિકા અનુસાર, ગુરુવારના વહેલી સવારે 4.15 કલાકે તેઓ કુદરતી હાજતે ગયા હતા. દરમિયાન બે અજાણ્યા ઈસમો પાછળ પડ્યા હોવાનો તેઓને આભાષ થયો હતો. માટે સ્વરક્ષણ માટે તેઓ 15 કલાક સુધી નદી કિનારે છુપાઈ રહ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, બે દિવસ અગાઉ મહારાજને લુખ્ખા તત્વોએ લોહીલુહાણ કર્યા હતા. હિંમતનગર-શામળાજી હાઈવેથી ઉદેપુર તરફ પગપાળા જતાં મહારાજે અણસોલ પ્રાથમિક શાળામાં રાત્રી રોકાણ કર્યું હતું. દરમિયાન અસામાજિક તત્વોએ મહારાજને લોહીલુહાણ કરી નાખતાં મહારાજને રાજસ્થાન તરફ વિહાર કરવાનો હોવાથી તેમને પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular