Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજીએસટી કલેકશનમાં જામનગર સૌરાષ્ટ્રમાં નંબર વન

જીએસટી કલેકશનમાં જામનગર સૌરાષ્ટ્રમાં નંબર વન

કોરોનાની બીજી લહેર દરમ્યાન ચિકકાર બિઝનેસનું પરિણામ

- Advertisement -

વર્ષ 2021 ના જાન્યુઆરીથી લઇને મે મહિના સુધી સૌરાષ્ટ્ર- કચ્છમાં એસજીએસટીની આવક રૂ. 2942.18 કરોડની થઈ છે.આ પાંચ માસમાં કોરોનાની બીજી લહેરમાં એટલે કે માર્ચ,એપ્રિલ અને મે માસ સુધીમાં એસજીએસટીનું કલેકશન રૂ. 1746.92 થયું છે જે સામાન્ય પરિસ્થિતિ એટલે કે જાન્યુ. અને ફેબ્રુઆરી માસ કરતા રૂ. 551.66 કરોડ વધારે છે.જ્યારે જાન્યુ. અને ફેબ્રુઆરી માસમાં રૂ. 1195.26 કરોડની આવક થઇ છે.

કોરોનાની બીજી લહેરમાં એસજીએસટીની આવક વધારે હોવાનું કારણ આપતા એસજીએસટીના જોઇન્ટ કમિશનર વી.એન. ગુર્જર જણાવે છે કે, આ સમયે ઔદ્યોગિક એકમો ચાલુ હતા તેમજ મોટા એકમોએ ટેકસ ભર્યો, સ્ટિલ,સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં તેજી હોવાને કારણે તેની પ્રોડકટની ડિમાન્ડ નીકળી હતી અને તેમાં વેપાર વધ્યો હતો તેમજ ખેતીવાડીમાં ઉપયોગી સાધનોની ડિમાન્ડ નિકળવાને કારણે આ બે માસમાં એસજીએસટીનું કલેકશન વધ્યું છે. જ્યારે કોરોનાની પહેલી લહેરમાં એટલે સપ્ટેમ્બરથી લઇને ડિસેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છમાં એસજીએસટીનું કલેકશન રૂ.1864.57 કરોડ થયું હતુ.

નાણાકીય વર્ષ 2020-2021 માટે રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરને રૂ. 1464.61 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો અને તેની સામે કલેકશન રૂ. 1254.15 કરોડનું થયુ હતુ. જ્યારે જૂનાગઢ, જામનગર અને કચ્છમાં ટાર્ગેટ રૂ. 3878.34 કરોડનો આપવામાં આવ્યો હતો. જેની સામે કલેકશન રૂ. 3375.34 કરોડનું કલેકશન થયું છે. જો કે, આ વર્ષનો ટાર્ગેટ હજુ જાહેર કરવામાં આવ્યો નથી.

વર્ષ 2020-21માં રેન્જ મુજબ થયેલી જૠજઝની આવક

- Advertisement -

રેન્જ આવક કરોડમાં

જુનાગઢ 319.6
જામનગર 1795.76
કચ્છ 1762.98
રાજકોટ 911.6
સુરેન્દ્રનગર 153.47
મોરબી 189.08

નવા નાણાકીય વર્ષનો ટાર્ગેટ અગાઉના વર્ષ કરતા 25 ટકા વધુ અપાતો હોય છે. પરંતુ વર્ષ 2020-21 નો ટાર્ગેટ 2019-2020 ની સરખામણીએ એસજીએસટીનો ટાર્ગેટ ઓછો હતો. જેમાં 2019-2020 નાણાકીય વર્ષમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરને રૂ. 1921.93 કરોડનો ટાર્ગેટ અપાયો હતો. જેની સામે કલેકશન રૂ. 1520.80 કરોડનું હતુ. જ્યારે જૂનાગઢ, જામનગર અને કચ્છમાં એસજીએસટીને રૂ. 7828.73 કરોડની સામે 4614.99 કરોડની આવક થઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular