Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતરાજયભરમાં નર્સિંગ સ્ટાફની હડતાળની જાહેરાત

રાજયભરમાં નર્સિંગ સ્ટાફની હડતાળની જાહેરાત

સરકારે હજૂ સુધીમાં કયારેય માંગણીઓ અંગે લેખિતમાં ખાતરી આપી નથી!

- Advertisement -

રાજ્યમાં નર્સિંગ સ્ટાફે હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. ભથ્થું, સ્ટાઇપેન્ડ સહિતના મુદ્દાને લઇ અચોક્કસ મુદ્દતની હડતાળ પર નર્સિંગ સ્ટાફ ઉતરવા માટે તૈયારી બતાવી છે. આગામી 14મી જૂથીથી રાજ્યની તમામ સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ આ હડતાળમાં જોડાશે. જેમાં 18 હજારથી વધુ નર્સ અને નર્સિંગના વિદ્યાર્થીઓ આ હડતાળમાં ભાગ લેશે.
મહત્વનું છે કે નર્સિંગ સ્ટાફે પગાર ભથ્થું, સ્ટાઈપેન્ડ સહિત વિવિધા મુદ્દાઓ પર સરકારને 25મી મે એ રજૂઆત કરી હતી પરતું હજુ સુધી એક પણ માંગણી માટે લેખિતમાં નિર્ણય ન કરાતા અંતે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોનો નર્સિંગ સ્ટાફ 14મી જૂનથી અચોકકસ મુદ્દતની હડતાળની ચીમકી ઉચ્ચારી છે.

હાલ રાજ્યમાં કોરોના કેસ ઘટી રહૃાા છે કોરોના ઘટતા હવે હોસ્પિટલોમાં અન્ય રોગોની સારવાર અને ઓપરેશનો શરૂ થયા છે ત્યારે નર્સિંગ સ્ટાફની હડતાળથી સરકારની મુશ્કેલી વધી શકે છે. યુનાઈટેડ નર્સિસ ફોરમની ગઈ કાલે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી જેમાં સરકાર સામે ફરી એકવાર ફરી આંદૃોલન શરૂ કરવાની માંગ કરાઈ હતી. ઉચ્ચતર પગાર ધોરણ, ગ્રેડ પે, વિવિધ પ્રકારના એલાઉન્સિસ તેમજ નર્સિંગની વિદ્યાર્થિનીઓને સ્ટાઈપેન્ડ સહિતની વિવિધ માંગણીઓને લઈને યુનાઈટેડ નર્સીગ ફોર્મ દ્વારા ઘણા સમયથી રજૂઆતો કરવામા આવી રહી હતી ત્યારે સરકારે કોઈ નિર્ણય ન કરતા ગત મહિને નર્સિંગ સ્ટાફ હડતાળ પર બેઠો હતો પરંતુ કોરોનાના કેસ વધવા સાથે દૃર્દૃીઓ હોસ્પિટલોમા વધુ હોવાથી અને વાવાઝોડુ પણ હોવાથી સરકારે નર્સિંગ એસો.ના હોદ્દેદૃારોને સમજાવ્યા હતા જે બાદૃ હડતાળ મોકુફ કરી દૃેવાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular