Friday, January 3, 2025
Homeરાજ્યગુજરાતવીસેક દિ’માં વાવણીલાયક વરસાદ અને આવતાં મહિને મેઘરાજાની સટાસટી

વીસેક દિ’માં વાવણીલાયક વરસાદ અને આવતાં મહિને મેઘરાજાની સટાસટી

જૂનાગઢની કૃષિ યુનિ.માં વર્ષા વિજ્ઞાન મંડળના સેમિનારમાં આગાહી

- Advertisement -

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા ઓનલાઇન વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 જેટલા આગાહીકારો જોડાયા હતા અને વરસાદનું પૂર્વાનુમાન રજુ કર્યું હતું. ચાલુ વર્ષ 10 થી 12 આની રહેવાની શકયતા છે. તેમજ જુન મહિનાનાં ચોથા અઠવાડિયામાં વાવણીલાયક વરસાદ થવાની શકયતા દર્શાવી હતી.

- Advertisement -

જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે વર્ષા વિજ્ઞાન પરિસંવાદ ઓનલાઇન યોજાયો હતો. જેમાં 40 જેટલા આગાહીકારો જોડાયા થયા હતા. આ પરિસંવાદ દરમિયાન કુલપતિ ડો.વી.પી.ચોવટીયાએ જણાવ્યું હતુ઼ કે, વરસાદના પૂર્વાનુમાનનું ઘણું મહત્વ છે. પૂર્વાનુમાનને લીધે ખેડૂતો પાક પસંદગી તથા પિયત વ્યવસ્થાનું આયોજન કરી શકે છે. આગાહીકારો ભડલી વાકયો અને પોતાની કોઠાસુઝને લક્ષમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે. તેમના જ્ઞાનને સાચવી રાખવાની જરૂર છે. આ તકે જેરામભાઇ ટીંબડીયા, ડો. પી.આર. કાનાણી, ડો. જે.ડી. ગુંદાલીયા, ડો. જી.આર. ગોહિલ સહિતનાં હાજર રહ્યાં હતાં.

પી.જી. રાજાણીની ગત વર્ષે 92 ટકા આગાહી સાચી પડી હતી. આ વર્ષની આગાહી કરતા કહ્યું હતું કે, જૂનથી ઓક્ટોબર સુધીનાં 28 દિવસ વરસાદ થશે. 12 આની વરસનું પૂર્વાનુમાન છે. વર્ષનો એવરેજ વરસાદ બાવન ઇંચ થઇ શકે. અતિ વૃષ્ટિની પણ શક્યતા છે.
ધનસુખભાઇ શાહની ગત વર્ષે 83 ટકા આગાહી સાચી પડી હતી. આ વર્ષની આગાહી કરતા કહ્યું હતું કે, જૂન મહિનામાં માફકસર થી અતિભારે વરસાદ વ્યાપક પ્રમાણમાં થઇ શકે. વાવણી કરવા લાયક વરસાદ ઉપરાંત કયાંક પુર આવવાની શકયતા. જુલાઇમાં વરસાદનું જોર ઘટે અને જુલાઇનાં અંતમાં વરસાદનું વાતાવરણ બંધાઇ શકે. ઓગષ્ટમાં મીનીવાવાઝોડાની શકયતા.
બાબુભાઇ ગોપાલભાઇ પાઘડાળની ગત વર્ષે 89 ટકા આગાહી સાચી પડી હતી. આ વર્ષની આગાહી કરતા કહ્યું હતું કે, જુનના આ દીવસોમાં પવન સાથે વરસાદની સંભાવના છે. તા. 15 જુલાઇ થી 18 જુલાઇ આ ત્રણ દિવસમાં અતિ વરસાદ થવાની શકયતા છે. ફરી 18 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બરનાં જોરદાર વરસાદ થઇ શકે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular