Wednesday, January 15, 2025
Homeરાષ્ટ્રીયજાણો કઈ વેક્સિનથી બને છે વધુ એન્ટીબોડી, સ્ટડીમાં ખુલ્લાસો

જાણો કઈ વેક્સિનથી બને છે વધુ એન્ટીબોડી, સ્ટડીમાં ખુલ્લાસો

- Advertisement -

દેશમાં કોરોનાની લડત સામે 5મહિનાથી રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. હાલ દેશમાં કોવેક્સિન અને કોવીશીલ્ડ બે વેક્સીન આપવામાં આવી રહી છે. ત્યારે આ બંને વેક્સીનમાં સૌથી વધુ અસરકારક કઈ એટલે કે સૌથી વધુ એન્ટીબોડી કઈ વેક્સીન દ્રારા બન્ને છે અંગે વૈજ્ઞાનિકો દ્રારા રીસર્ચ કરવામાં આવ્યું હતું. અને તેમાં કોવેક્સિન લેનારા લોકોની સરખામણીએ કોવિશીલ્ડ વેક્સિન લેનારા લોકોમાં એન્ટીબોડીનું સ્તર વધારે જોવા મળ્યું હતું.

- Advertisement -

કોરોના રસી અંગે કરાયેલા એક સ્ટડીમાં એવી વાત સામે આવી છે કે કોવેક્સીનની સરખામણીમાં કોવિશીલ્ડ વધુ એન્ટીબોડી તૈયાર કરે છે. આ રિસર્ચમાં ડોક્ટર અને નર્સોને સામેલ કરાયા હતા અને તેમને કોવિશીલ્ડ તથા કોવેક્સીનના બંને ડોઝ આપવામાં આવ્યા હતાઆ અભ્યાસમાં કુલ 515 સ્વાસ્થ્ય કર્મીઓને સામેલ કરાયા હતા. જેમાંથી 456 ને કોવિશીલ્ડ અને 96 લોકોને કોવેક્સીન અપાઈ હતી. બધું મળીને 79.3 ટકામાં પહેલા ડોઝ બાદ સેરોપોઝિટિવિટીજોવા મળી. વૈજ્ઞાનિકોએ જાણ્યું કે એન્ટી સ્પાઈક એન્ટીબોડીમાં રિસ્પોન્ડર રેટ અને મીડિયન રેટ કોવીશીલ્ડ લેનારામાં વધુ જોવા મળ્યો.

 12 રાજ્યોની 19 હોસ્પિટલોમાં થયેલા અભ્યાસના ખુલાસા પ્રમાણે કોવેક્સિન લેનારા લોકોની સરખામણીએ કોવિશીલ્ડ વેક્સિન લેનારા લોકોમાં એન્ટીબોડીનું સ્તર વધારે જોવા મળ્યું હતું.રિસર્ચ મુજબ કોવિશીલ્ડ અને કોવેક્સીન બંનેએ સારો ઈમ્યુન રિસ્પોરન્સપ્રમોટ કર્યો. પરંતુ સેરોપોઝિટિવિટી રેટ અને મીડિયન એન્ટી સ્પાઈક એન્ટીબોડી કોવિશીલ્ડમાં વધુ જોવા મળી. એટલે કે કોવેક્સીનની સરખામણીમાં કોવિશીલ્ડ વધુ એન્ટીબોડી બનાવે છે. 

- Advertisement -

પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગુજરાત અને ઝારખંડની 6 હોસ્પિટલ તથા એક સ્વતંત્ર નિષ્ણાંતે સાથે મળીને આ અભ્યાસ પૂરો કર્યો હતો. અભ્યાસ પ્રમાણે કોવેક્સિન અને કોવિશીલ્ડ બંને વેક્સિન અસરકારક છે. પરંતુ જેમને કોવિશીલ્ડ આપવામાં આવી તેમનામાં કોવેક્સિન લેનારાઓની સરખામણીએ વધુ એન્ટીબોડી જોવા મળ્યા. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular