Thursday, December 26, 2024
Homeબિઝનેસનિફ્ટી ફ્યુચર રેન્જ 15303 થી 15909 પોઈન્ટ ધ્યાને લેવી...!!!

નિફ્ટી ફ્યુચર રેન્જ 15303 થી 15909 પોઈન્ટ ધ્યાને લેવી…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં ફંડોએ ઓલ રાઉન્ડ તેજીનું તોફાન મચાવીને ઈન્ડેક્સ બેઝડ નવા વિક્રમો સર્જયા હતા. કોરોના સંક્રમણની બીજી લહેર ધીમી પડીને હવે દેશભરમાં કેસોમાં ઝડપી ઘટાડો આવી રહ્યો હોઈ અને વેક્સિનેશન પ્રોગ્રામને ઝડપી બનાવવા દેશમાં રશીયાથી સ્પુટનિક વેક્સિનનો પ્રથમ સ્ટોક ભારત આવી પહોંચતાં અને ફરી દેશ લોકથી અનલોક તરફ વળી રહ્યો હોઈ આર્થિક પ્રવૃતિઓ ફરી ધમધમતી થવાની હિલચાલ અને કેન્દ્ર સરકાર દ્વારા પણ ઉદ્યોગોને ફરી ધમધમતા કરવા આગામી દિવસોમાં નવા સ્ટીમ્યુલસ પેકેજના અપેક્ષિત પગલાં સાથે ભારતીય શેરબજારમાં ફંડોએ વિક્રમી તેજી કરી હતી. સપ્તાહના અંતે રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિની નાણાં નીતિની સમીક્ષા બેઠકમાં રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં કોઇ ફેરફાર કર્યા વગર રેપો રેટ ૪% અને રિવર્સ રેપો રેટ ૩.૩૫% પર યથાવત રાખ્યા હતા. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિના અનુમાનમાં ૧૦.૫% થી ઘટાડો કરીને ૯.૫% પર રાખ્યો હતો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તેના વાર્ષિક રીપોર્ટમાં ભારતીય શેરબજારમાં વર્તમાન તેજી પરપોટા સમાન હોવાની અને આ પરપોટો ગમે તે ઘડીએ ફૂટી શકે છે અને બજારમાં બે-તરફી મોટી અફડાતફડી જોવાશે એવા સ્પષ્ટ નિવેદન કર્યા છતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા દેશમાં ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય નીવડવાના અંદાજોએ ફરી માંગ વધવાની અપેક્ષા અને કોરોના મહામારી બાદ ભારતીય શેરબજારના અર્થતંત્રમાં ઝડપી રિકવરીનો અંદાજ મૂકીને આગામી ત્રિમાસિકમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ સતત નવી ખરીદી કરીને નિફ્ટી ફ્યુચરે ૧૫૭૫૬ પોઈન્ટની નવી ઐતિહાસિક ટોચ બનાવી વિક્રમ સર્જયો હતો અને બીએસઇ સેન્સેક્સ વિક્રમી તેજી તરફની કૂચમાં આગળ ધપાવી હતી.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

કોરોનાના કેસોમાં વધારો તથા તેને કારણે લાગુ કરાયેલા નિયમનકારી પગલાંને પરિણામે ભારતીય કંપનીઓની સેવાઓ માટે ઘરઆંગણે તથા વિદેશમાં માંગમાં ઘટાડો થયો છે. મે માસમાં ભારતના ઉત્પાદન ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં ઘટાડો જોવા મળ્યો છે. સેવા ક્ષેત્રનો મે માસનો નિક્કી/આઈએચએસ માર્કિટ પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ ઘટીને આઠ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે, જ્યારે ઉત્પાદન ક્ષેત્રનો મે માસનો નિક્કી/મેન્યુફેકચરિંગ પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ પણ ઘટીને દસ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે. એપ્રિલની સરખામણીએ મે માસમાં સેવા ક્ષેત્રમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. દેશના વિવિધ રાજ્યો દ્વારા નિયમનકારી પગલાંને કારણે મે માસમાં સેવા માટેની માંગમાં ઘટાડો થતા સેવા ક્ષેત્રની કંપનીઓ દ્વારા કર્મચારીઓની છટણી ગયા વર્ષના ઓકટોબર બાદ સૌથી ઊંચી જોવા મળી છે. 

- Advertisement -

નિક્કી/આઈએચએસ માર્કિટ પીએમઆઈ જે એપ્રિલમાં ૫૪.૦૦ હતો તે મે માસમાં જોરદાર ઘટીને ૪૬.૪૦ રહ્યો છે. ૫૦થી નીચેના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું સંકોચન કહેવાય છે. ગત વર્ષના ઓગસ્ટ બાદ મે માસમાં એકંદર માંગમાં સૌથી ઊચો ઘટાડો જોવાયો છે. માર્ચ ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વિકાસ દર ૧.૬૦% રહ્યો પરંતુ વર્તમાન ત્રિમાસિક ગાળામાં જીડીપીના આંક નબળા રહેવાની શકયતા જોવાઈ રહી છે. કોરોનાને કારણે દેશમાં બેરોજગારીનો આંક જ્યારે ઊંચો છે ત્યારે સેવા ક્ષેત્રની કંપનીઓ દ્વારા છટણી કરવાની માત્રા ગયા વર્ષના ઓકટોબર બાદ સૌથી ઊંચી રહેતા ચિંતામાં વધારો થયો છે.

બજારની ભાવી દિશા…. મિત્રો, ગત નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતમાં અંદાજીત ૮૧.૭ અબજ ડોલરનું વિદેશી સીધું રોકાણ ઠલવાતા એક નવો રેકોર્ડ સર્જાયો હતો. વિશ્વભરના દેશોમાં એફડીઆઈનો પ્રવાહ રૂંધાઈ રહ્યો હતો તે સમયે ભારતમાં એફડીઆઈના પ્રવાહમાં ૧૦%નો વધારો થવો એ એક નોંધપાત્ર બાબત હતી. આ વધારો થવા પાછળ એફડીઆઈ નીતિમાં સુધારો, તેમજ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ પોલિસીમાં કરાયેલ સુધારાના કારણે દેશમાં એફડીઆઈના પ્રવાહમાં વધારો થયો હતો.

કોરોના મહામારીના કારણે વિશ્વના અનેક દેશોના અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર પડી છે. ભારતમાં મહામારીનો બીજો તબક્કો ઝડપથી પ્રસરવા સાથે ઘાતક પૂરવાર થયો છે. આ પ્રતિકૂળતાને અંકુશમાં લાવવા દેશના મોટા ભાગના રાજ્યોમાં લોકડાઉન અમલી બનતા ફરી એકવાર આર્થિક ગતિવિધીઓ રૂંધાઈ જવા પામી છે. જો કે, હાલ તેમાં છૂટછાટ અપાઈ હોવા છતાં આર્થિક ગતિવિધીઓ સંપૂર્ણ રીતે ધમધમતું થવામાં સમય નીકળી જશે.

દેશમાં ગત નાણાં વર્ષમાં જંગી વિદેશી રોકાણ ઠલવાયા બાદ ચાલુ નાણાં વર્ષમાં એફડીઆઈનો પ્રવાહ ધીમો પડી શકે તેવી શક્યતા છે. ભારતમાં મહામારીની બીજી લહેરના કારણે અર્થતંત્ર તેમજ આરોગ્ય માળખું, નબળું પડયું છે. આ ઉપરાંત વેક્સિનેશનના મુદ્દે પણ ભારતમાં પ્રતિકૂળ સ્થિતિનું નિર્માણ થયું છે. વિકસિત દેશોમાં સંપૂર્ણપણે વેક્સિનેશન થયું હોવાના અહેવાલો છે. જ્યારે ભારત સહિત ઉભરતા દેશોમાં આ બે મુદ્દાઓને લઇને પ્રતિકૂળતા ઉદભવેલ હોઈ આ દેશોના અર્થતંત્ર પર અનિશ્ચિતતાના વાદળો છવાયેલા છે.

કોવિડ મહામારી વચ્ચે પણ શેરબજારમાં જળવાઈ રહેલી તેજી એ એક આશ્ચર્યજનક બાબત છે. એક તરફ અર્થતંત્રની વૃદ્ધિ ધીમી છે અને બજારમાં તેજી આગળ વધતી હોવાના કારણે રિઝર્વ બેંક દ્વારા ભારતીય શેરબજારની તેજીનો પરપોટો ગમે ત્યારે ફૂટવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છતાં નવી લેવાલીએ નિફ્ટી ફ્યુચરે નવા વિક્રમની રચના કરી છે પણ બજારની તેજીની ચાલ આડે અનેક અવરોધ ઉભા છે જેમાં સૌથી મોટો મુદ્દો સતત વધતા ફુગાવાનો છે. આ ઉપરાંત વેક્સિનેશન પ્રોગ્રામની ધીમી ગતિની પણ આગામી સમયમાં અસર જોવા મળે તેવી સંભાવના છે. વિવિધ કોમોડિટીના ભાવમાં એકધારી તેજીની અસરના કારણે માંગમાં ઘટાડો થવા સાથે ઉદ્યોગોને પણ અસર થશે. આ ઉપરાંત આર્થિક ગતિવિધિ રૂંધાતા બેન્કિંગ અને એનબીએફસીની નાણાંકીય તંદુરસ્તી ખરડાય તેવી સંભાવના છે. આમ, આ સંજોગોમાં રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવવું જરૂરી પુરવાર થશે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૫૬૯૯ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૪૭૪ પોઇન્ટના પ્રથમ અને ૧૫૩૦૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૫૮૦૮ પોઇન્ટથી ૧૫૮૭૮ પોઇન્ટ, ૧૫૯૦૯ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૫૯૦૯ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૫૫૩૫ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૦૦૮ પોઇન્ટના પ્રથમ અને ૩૪૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૫૮૦૮ પોઇન્ટથી ૩૬૦૦૮ પોઇન્ટ, ૩૬૩૦૩ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૩૦૩ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) ઓરિયન્ટ ઇલેક્ટ્રિક ( ૩૦૭ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૭૨ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૨૨ થી રૂ.૩૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૩૪૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) ઝેનસર ટેકનોલોજી ( ૨૮૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૦૩ થી રૂ.૩૧૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) મધરસન સુમી ( ૨૫૧ ) :- રૂ.૨૩૭ નો પ્રથમ તેમજ રૂ.૨૨૩ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૬૩ થી રૂ.૨૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) કેપીઆઈટી ટેક્નોલોજી ( ૨૪૩ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૭ થી રૂ.૨૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) એપટેક લિમિટેડ ( ૨૧૬ ) :- રૂ.૨૦૨ નો પ્રથમ તેમજ રૂ.૧૮૮ ના સ્ટોગ સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૩૨ થી રૂ.૨૪૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) એનઆઈઆઈટી લિમિટેડ ( ૨૦૯ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૮૮ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૨૦ થી રૂ.૨૨૭ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) મેગ્મા ફિનકોર્પ ( ૧૬૫ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૫૦ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૭૪ થી રૂ.૧૮૮ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) ડેલ્ટા કોર્પ ( ૧૮૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ડાયવર્સિફાઇડ કમર્શિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૩ આસપાસ રોકાણકારે રૂ.૧૮૮ થી રૂ.૧૯૭ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૬૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ઈન્ડીગો ( ૧૭૫૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૭૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! એરલાઈન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૭૭૭ થી રૂ.૧૮૦૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) એચડીએફસી બેન્ક ( ૧૫૧૦ ) :- આ સ્ટોક રૂ.૧૪૮૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૬૪ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૫૩૭ થી રૂ.૧૫૫૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) અદાણી પોર્ટ ( ૮૩૯ ) :- ૧૨૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૮૧૮ નો પ્રથમ તેમજ રૂ.૮૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૮૬૮ થી રૂ.૮૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) મુથૂત ફાઈનાન્સ ( ૧૫૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૩૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૪૯૪ થી રૂ.૧૪૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૬૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૩૯૧ ) :- રૂ.૧૪૧૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૪૪૪ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) સિપ્લા લિમિટેડ ( ૯૪૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૭૯ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૯૮૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૯૩૦ થી રૂ.૯૧૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૯૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ડી બી કોર્પ ( ૯૫ ) :- પબ્લિસિંગ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૨ થી રૂ.૧૧૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૮૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) જીએફેલ લિમિટેડ ( ૮૨ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ઇન્ડસ્ટ્રીયલ ગેસ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૮ થી રૂ.૯૫ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) સ્પાઈસજેટ લિમિટેડ ( ૭૯ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૨ નો પ્રથમ તેમજ રૂ.૬૬ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! એરલાઈન્સ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૮ થી રૂ.૯૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) ડેન નેટવર્ક ( ૫૩ ) :- રૂ.૪૪ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૫૭ થી રૂ.૬૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૬૫ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

શેરબજાર જોખમી તબક્કામાં…!! સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular