Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરફૂડ શાખા દ્વારા શહેરના 20 ગોડાઉનમાં તપાસ

ફૂડ શાખા દ્વારા શહેરના 20 ગોડાઉનમાં તપાસ

230 કિલો કેરીનો નાસ કરાયો : 11 સ્થળોએથી લુઝ-શેરડીનો રસ-તેલના નમૂના લઇ લેબોરેટરીમાં મોકલાયા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ગઈકાલે જામનગરમાં વિવિધ વિસ્તારોમાં કુલ 20 જેટલા ગોડાઉનમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. જો કે, આશ્ર્ચર્યજનક રીતે તેમાં એક પણ ગોડાઉનમાં કાર્બાઈડ થી કેરી પકવતા ન હોવાનું જણાયું હતું. ચેકીંગ દરમિયાન ત્રણબતી, એમ.પી.શાહ ઉદ્યોગનગર, બેડેશ્વર વિસ્તારમાં આવેલા સાધના આઈસ ફેકટરી, અશોક આઈસ ફેકટરી, ભુલચંદ એન્ડ કંપની, આઝાદ આઈસ ફેકટરી અને ઓનેસ્ટ આઈસ ફેકટરીને સુપર કલોરીનેશન જાળવવા તેમજ ક્ધટેનરોને યોગ્ય સાફ સફાઈ કરી કલર કરાવ્યા બાદ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરની સટ્ટાબજાર, ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં આવેલ 9 તથા સુભાષમાર્કેટ વિસ્તારમાં 11 મળીને કુલ 20 જેટલા કેરી પકવતા ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એક પણ ગોડાઉનમાં કાર્બાઇડથી કેરી પકવતા ન હોવાનું જોવા મળ્યું હતું. જે અનેક સવાલ ઉભા કરી રહ્યું છે. આ ઉપરાંત તપાસ દરમિયાન વાવાઝોડા – વરસાદના કારણે અસર પામેલ નબળી અને અખાદ્ય 230 કિલો કેરી મળી આવતા સ્થળ પર જ તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ સડેલ તથા બગડેલ ફળોનો યોગ્ય નિકાલ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

જામનગરની ગ્રેઈન માર્કેટ, કૃષ્ણનગર, ખોડિયાર કોલોની, ચાંદીબજાર, માંડવી ટાવર, નાગનાથ ગેઈટ વિસ્તારમાંથી કુલ 11 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લઇ પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યાં હતાં. જેમાં કૃષ્ણનગર મેઈન રોડની માધવ ડેરીમાંથી ભેંસનું દૂધ(લુઝ), ખોડિયાર કોલોનીમાંથી ઉમિયા ડેરીમાંથી ગાયનું દૂધ (લુઝ), ખોડિયાર કોલોની શાહ ડેરીમાંથી ભેંસનું દૂધ (લુઝ), વાણિયાવાડના તન્ના ફૂડસમાંથી મેંગો રાઈપ, માંડવી ટાવરના સાગર રસ સેન્ટરમાંથી શેરડીનો રસ, ગ્રેઈન માર્કેટના શ્રીજી ટે્રડર્સમાંથી મસ્ટર્ડઓઇલ (અંબિકા બ્રાન્ડ), ચેમ્બર રોડના એન. કે. પ્રોટીન પ્રા.લી.માંથી મસ્ટર્ડ ઓઇલ (તિરૂપતિ બ્રાન્ડ), ગ્રેઈનમાર્કેટના મહેતા એન્ટરપ્રાઈઝમાંથી પ્રીમીયમ કચ્ચીધાની પ્યોરમસ્ટર્ડઓઇલ, ગ્રેઇન માર્કેટના ધન્વન્તરી ટે્રડર્સમાંથી કચ્ચીધાની મસ્ટર્ડ ઓઇલ (ક્રીશીવ બ્રાન્ડ), પંચેશ્ર્વરટાવરના સંદીપ ઈન્વેસ્ટમેન્ટમાંથી કચ્ચીધાની તેલ (પતંજલિ બ્રાન્ડ) અને નાગનાથ ગેઈટના રણછોડદાસ ગોકળદાસમાંથી કચ્ચીધાની મસ્ટર્ડ ઓઇલ (ન્યુટે્રલા બ્રાન્ડ) ના નમૂના લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular