પર્યાવરણને બચાવવા માટે અનોખી પહેલ કરવામાં જામનગરની નવાનગર નેચર કલબ અગ્રણી છે.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આ સંસ્થા પર્યાવરણ જાગૃતિ અંતર્ગત વૃક્ષારોપણ તેમજ ગ્રીન વોક અને સાઇકલ રેલીનું આયોજન કરે છે.પરંતુ વર્તમાનમાં કોરોના મહામારી ના કારણે લોકો ઘરમાં રહે સુરક્ષી રહે તે ધ્યાને લઇ માત્ર વૃક્ષારોપણ કરી સંપૂર્ણ સાદગી પૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આજે સમગ્ર વિશ્વ પ્રદૂષણની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યું છે. તાજેતરમાં કોરોના મહામારીમાં ઓક્સિજનના અભાવે અનેક લોકોએ જીવ ગુમાવ્યાંના દાખલાઓ સામે આવ્યા છે.જેન કારણે લોકોને હવે વૃક્ષોનું મહત્વ સમજાવવા લાગ્યું છે. કપાતા જંગલો અને માનવનિર્મિત પ્રદૂષણને કારણે આજે સમગ્ર વિશ્વ એક ગંભીર કટોકટી તરફ જઈ રહ્યું છે.
લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવે અને લોકો ઈશ્વરે આપેલ આ સુંદર પ્રકૃતિ નો આદર કરતા શીખે તે માટે દેશ અને દુનિયાના અનેક પ્રસિદ્ધ લેખકો,નેતા,અભિનેતા અને ચિત્રકારો પોતા-પોતાની રીતે પ્રચાર કરે છે. આવનાર દિવસોમાં લોકો પર્યાવરણ પ્રત્યે વધુમાં વધુ જાગૃતિ બને તે માટે આપણે સહુએ સાથે મળીને આપના શહેરને હરિયાળું અને સ્વચ્છ બંને તે માટે પ્રયત્નક કરીએ.
હાલ કોરોના મહામારીની વર્તમાનમાં પરિસ્થિતિ ને ધ્યાને લઈ સરકારની ગાઈડલાઈન મુજબ જામનગરની નવાનગર નેચર કલબ દ્વારા ઠેબા ચોકડી નજીક નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે સાથે લોકોમાં અવરનેસ લાવવા માટે અને દેશ ને પ્લાસ્ટિક કચરથી મુક્ત કરવા માટે ઇક્કો બ્રિક સિસ્ટમ અપનાવવા માટે શરદભાઈ શેઠ દ્વારા ઇક્કો બ્રિક વિસે માહિતી આપવામાં આવી હતી.
પર્યાવરણ જાગૃતિ અંતર્ગત યોજેલ આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ચેરમેન મનીષ કટારીયા, શહેર અધ્યક્ષ બીમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, કોર્પોરેટર હર્ષાબા પી.જાડેજા તથા સંસ્થાના ટ્રસ્ટી વિજયસિંહ જાડેજા, દિનેશભાઇ રબારી, વનરાજસિંહ ચૌહાણ, ધર્મેશ અજા, મયુરસિંહ સોઢા, મિતેષ બુદ્ધભટ્ટી, પ્રવિણસિંહ જાડેજા તેમજ સ્વામિનારાયણ ગુરુકુળના સંતો ઉપસ્થિત રહ્યા હતા.