જામનગર શહેરમાં રાષ્ટ્રીય ક્ષેત્રે આમ આદમી પાર્ટીનું કદ વધતા ત્રીજો વિકલ્પ લોકોને મળશે તેવું જોવા મળી રહ્યું છે. જામનગર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ તરીકે આજરોજ કરશનભાઇ કરમુરની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે આશિષભાઈ કંટારિયા તેમજ સુખુભા જાડેજાની વરણી કરવામાં આવી છે.
જામનગર શહેરમાં આમ આદમી પાર્ટીની નવી સંગઠન મારખાની રચના કરવામાં આવી રહી છે. આજરોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં જામનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટારિયાની સૂચના અનુસાર જામનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે કરશનભાઇ કરમુર તેમજ ઉપપ્રમુખ તરીકે આશિષભાઈ કંટારિયા તથા સુખુભા જાડેજાના નામની જાહેરાત કરવામાં આવી હતી.
આ તકે આમ આદમી પાર્ટીના નવ નિયુકત જામનગર શહેર પ્રમુખ કરશનભાઈ કરમુરે જણાવ્યું હતું કે, સત્તા પક્ષ જામનગર કોરોનાકાળ સહિત અનેક લોકોની સેવામાં નિષ્ફળ જોવા મળે છે. આમ આદમી પાર્ટી લોકોના પ્રશ્ર્નોને વાચા આપશે અને તેમજ એક સબળ વિરોધપક્ષ તરીકેનો લોકોની સેવા પૂરી પાડશે તેમજ વધુમાં જણાવ્યું હતું કે,કોરોનાકાળ દરમિયાન આમ આદમી પ્રવૃત્તિમાં રહી લોકોની વહારે આવી છે. જામનગરમાં કોઈપણ નાગરિકને 3 પ્લાય માસ્ક, એન-95 માસ્ક તેમજ ઓકિસમીટરનું રાહતદરે વિતરણ કરી રહી છે. આ ઉપરાંત જામનગરના નાગરિકો માટે દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકારની માફક શિક્ષણ ક્ષેત્રે પણ લોકોને સુવિધા આપવા પ્રયાસ કરાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાળકોને શિક્ષણ સાથે પૂરતી સુવિધા મળે તે જરૂરી છે. આ અંગે પૂરતા પ્રયાસો કરવામાં આવશે.


