જામનગર પોલીસ દ્રારા જુગાર રમતા શખ્સો વિરુધ કાર્યવાહી કરવા રોજે વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ત્યારે ગઈકાલના રોજ પોલીસે કાલાવડ નાકાબહારથી ઘોડીપાસાનો જુગાર રમતા 3 શખ્સોની ધરપકડ કરી ગુન્હો નોંધ્યો હતો. અન્ય દરોડો જેમાં નાગેશ્વર કોલોની નજીક 9 શખ્સો જાહેરમાં બેસી જુગાર રમી રહ્યા હતા તે દરમિયાન પોલીસે 4 શખ્સની અટકાયત કરી ફરારી 5 શખ્સોની તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરી હતી.
કાલાવડ નાકા બહાર પોલીસ દ્રારા ગઈકાલના રોજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તે દરમિયાન મકસુદભાઈ ઈકબાલભાઈ સમા, સમીરભાઈ મનસુરભાઈ મણીયાર મહોમદ રફીક ઈસ્માઈલભાઈ પતાસ નામના શખ્સો ઘોડીપાસાનો જુગાર રમી રહ્યા હતા તે દરમીયાન પોલીસે રૂ,12240ની રોકડ રકમ સાથે તમામની અટકાયત કરી સીટી એ ડીવીઝન પોલીસ દફતરમાં જુગારધારા કલમ 12 મુજબ ગુન્હો નોંધ્યો હતો.
જામનગરમાં નાગેશ્વર કોલોની નજીક 9 શખ્સો જાહેરમાં બેસી ગંજીપત્તાનો જુગાર રમી રહ્યા હતા તે દરમિયાન પોલીસે દરોડો પાડી કાર્તિક જેન્તીભાઈ ઢાપા, મનોજભાઈ ઉર્ફે કારો રાજુભાઈ બાંભણીયા, કેતન ઉર્ફે તેજશી નાનજીભાઈ ગુજરિયા, રાજુ સુખાભાઈ શિયાળ નામના શખ્સોની અટકાયત કરી ફરારી 5 આરોપી જેન્તી ઉર્ફે ટોપી નરેશભાઈ ઢાપા, સુનીલ ઉર્ફે કચ્છો છગનભાઈ બાંભણીયા, રમેશ ઉર્ફે ભૂરો રામજીભાઈ દોણશિયા, લાલો ઉર્ફે દાબેલી ડાયાભાઈ શિયાળ તથા સુખાભાઈ ધનજીભાઈ બારિયા નામના 5 ફરારી આરોપીની તપાસ હાથ ધરી રૂ.4160ની રોકડ રકમ જપ્ત કરી તમામ વિરુધ સીટી બી ડીવીઝન પોલીસ દફતરમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.