Saturday, December 14, 2024
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકા તુલસીના 50,000 રોપાઓ રોપશે

જામનગર મહાનગરપાલિકા તુલસીના 50,000 રોપાઓ રોપશે

રાજયની આઠેય મહાનગરપાલિકાઓમાં સરકાર દ્વારા આયોજન

- Advertisement -

5મી જૂને વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વન અને પર્યાવરણ વિભાગ 8 મહાનગરોમાં તુલસીના 21 લાખ રોપાનું વિતરણ કરશે. અમદાવાદમાં 5 લાખ, સુરતમાં 2 લાખ, વડોદરા, રાજકોટમાં એક-એક લાખ અને અન્ય મહાપાલિકાઓમાં 50 હજાર તુલસીના છોડનું વિતરણ કરાશે.

- Advertisement -

આ દિવસે રાજ્યભરમાં પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો યોજાશે. જિલ્લા અને તાલુકા સ્તરે તમામ કચેરીઓમાં તુલસીના રોપા રોપવામાં આવશે. રાષ્ટ્રિય ઉદ્યાનો અને વન્ય પ્રાણી અભ્યારણ્યોમાં પ્લાસ્ટિક કચરાના નિકાલની ઝુંબેશ હાથ ધરાશે. પેટ્રોલિયમ ઉત્પાદનોના વપરાશથી પ્રદુષણ ઓછું થાય તે માટે ઇથેનોલ મિશ્રિત બળતણને પ્રોત્સાહન આપવા માટે ખાંડ અને ડિસ્ટલરી ઉત્પાદકોના વિસ્તૃતિકરણની મંજૂરી 15 દિવસમાંં આપવાનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં 47 લાખ કિ.ગ્રા.જેટલા કોવિડ બાયોમેડિકલ વેસ્ટને 20 જેટલી કોમન બાયોમેડિકલ વેસ્ટ ઇન્સિનરેશન ફેસેલિટી મારફતે નિકાલ કરાયો હોવાનું નાયબ વન સંરક્ષકે જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular