જામનગર જીલ્લામાં દારુ વહેચતા શખ્સો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ દ્રારા રોજે વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ગઈકાલના રોજ જોડીયા પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન માણેકપર, બોડકા ગામ અને જીરાગઢ ગામે ત્રણ શખ્સોના કબ્જા માંથી દારૂનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ધ્રોલ તાલુકાના માણેકપર ગામે રહેતો સુરેશભાઈ ડાયાભાઈ ગઢિયા નામનો શખ્સ ગઈકાલના રોજ દારુની બોટલ સાથે નીકળતા પોલીસે તેની અટકાયત કરી પ્રોહીબિશન કલમ હેઠળ જોડીયા પોલીસ દફતરમાં ગુન્હો નોંધ્યો હતો. અન્ય દરોડો જેમાં પોલીસે બોડકગામે બાવળની જાળી માંથી 10લીટર દેશી દારુ જપ્ત કરી જગદીશભાઈ રામજીભાઈ સંતોકી નામના શખ્સની અટકાયત કરી ગુન્હો દાખલ કર્યો હતો. જીરાગઢ ગામેથી પોલીસે દામજીભાઈ રાવજીભાઈ ચૌહાણ નામના શખ્સના રહેણાંક મકાને દરોડો પાડતા ત્યાંથી 24 લીટર દેશી દારુ મળી આવતા આરોપીની અટકાયત કરી જોડીયા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.